મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

વાજપેયીની ભત્રીજી કરૂણા શુકલા મુખ્યમંત્રી રમણસિંહ સામે ચૂંટણી લડશે

હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી તા. ૨૩ : પાંચ રાજયોમાં આગામી દિવસોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ હવે મામલો ગરમ થતો જઈ રહ્યો છે. કોંગ્રેસ છત્તીસગઢ વિધાનસભાના ૨૨ ઓકટોબરે થનારા બીજા તબક્કાના મતદાન માટેના ૬ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. જેમાં સૌથી ધ્યાન ખેંચનારૃં નામ કરૂણા શુકલાનું છે.

કરૂણા શુકલા પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના વિરોધ મોરચો માંડીને બેઠા છે. હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મુખ્યમંત્રી રમણ સિંહ સામે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.

સોમવારે કોંગ્રેસે જે બીજી યાદી જાહેર કરી તેમાં તેમનું નામ છે. આ અગાઉ કોંગ્રેસે ૧૮ ઓકટોબર પ્રથમ તબક્કા માટે ૧૨ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. એક સમયે છત્ત્।ીસગઢ ભાજપનો ચહેરો રહેલા કરૂણા શુકલા છેલ્લા ઘણા સમયથી ભાજપ હાઈકમાન્ડથી નારાજ હતાં. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સાથે જોડાયેલાં હતા.

સોમવારે છત્તીસગઢ પહોંચેલા રાહુલ ગાંધીએ રેલીના મંચ પર તેમની સાથે જે રીતે વાતચીત કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કોંગ્રેસ તેમના અંગે કંઈક મોટું વિચારી રહી છે.

કરૂણા શુકલા ભાજપની ટિકિટ પર કોરબા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ બલોદા બાઝાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલાં છે. ભાજપમાં ઉપેક્ષાનો આરોપ લગાવીને તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસે કરૂણાજીને બિલાસપુરની ટિકિટ પણ આપી હતી, જોકે, તેઓ હારી ગયાં હતાં. (૨૧.૯)

કોંગ્રેસે જાહેર કરેલા છ ઉમેદવાર

નામ

 બેઠક

કરૂમા શુકલા

રાજનાદગાંવ

ગિરવર જાંગેલ

ખેરાગઢ

ભુનેશ્વર બધેલ

ડોંગરગઢ

દલેશ્વર સાહુ

ડોંગરગાંવ

ચન્ની સાહુ

ખુજ્જી

ઈન્દ્રા શાહ માંડવી

મોહલા માનપુર

(3:18 pm IST)