મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

'સાંપ વાળી ટિકડીઓ' ફેલાવે છે સૌથી વધુ પ્રદુષણ

કાળા રંગની ગોળી જેવી ટિકડીઓ સૌથી વધુ પ્રદુષણ ફેલાવતો હોવાનો રિસર્ચમાં દાવો

નવી દિલ્હી :દીવાળી પર ફટાકડા ફોડનારાઓમાં લોકપ્રિય 'સાંપ વાળી ટિકડી' છે.આ કાળા રંગની ટિકડી પર આગ લગાવતા જ તે સાંપની જેમ વધવા લાગે છે. રિસર્ચ કહે છે કે આ ફટાકડો સૌથી વધુ પ્રદુષણ ફેલાવે છે.
   દીવાળી પર ફોડવામાં આવતા ફટાકડા અંગે ચેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન (CRF) અને પુણે યુનિવર્સિટીએ બે વર્ષ પહેલાં કઇક તથ્ય સામે મુક્યા હતાં. જેમાં આ વાત જણાવવામાં આવી હતી. રિસર્ચ મુજબ સામે આવ્યું કે, બ્લેક કલરની ગોળી જેવી ટિકડીઓ એટલે કે સાંપ ફટાકડાથી સૌથી વધુ પ્રદુષણ ફેલાય છે.

(2:13 pm IST)