મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ઇશા અંબાણીના સંગીત સેરેમનીમાં પર્ફોમન્સ કરશે ટોચની પૉપ સિંગર બિયોન્સે !

મુંબઈ :દેશના અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને સ્વાતિ-અજય પિરામલના દીકરા આનંદ પિરામલના લગ્ન 10 ડિસેમ્બરે યોજાવાના છે. આ લગ્ન પહેલાં ઉદેપુર ખાતે 8 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરના દિવસે પ્રિ વેડિંગ સેરિમની યોજાવાની છે

   ચર્ચા પ્રમાણે આ સમય દરમિયાન યોજાનાર સંગીત સેરિમનીમાં ટોચની પોપસિંગર બિયોન્સેને પર્ફોમન્સ માટે બોલાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ માટે 15 કરોડ જેટલી માતબર ફી ચૂકવવામાં આવશે. ઇશા અને આનંદ બંને બિયોન્સેના જબરદસ્ત ફેન છે એટલે તેઓ આ સરપ્રાઇઝથી બહુ ખુશ છે. 

(2:07 pm IST)