મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સબંધો મજબૂત બનાવાશે

ચીનના વધતા વિસ્તારવાદી વલણને નિયંત્રિત કરવા સીણય સમજૂતી કરાશે

નવી દિલ્હી :ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સબંધો મજબૂત બનાવાશે ચીનના વધતા વિસ્તારવાદી વલણને રોકવા માટે જાપાન ભારત સાથે સૈન્ય સમજૂતી કરવા માંગે છે. આ સૈન્ય સમજૂતી દ્વારા બંને દેશો એકબીજાના નેવલ બેસ સુધી પોતાની પહોંચને સુનિશ્ચિત કરી શકશે.

જાપાનના રાજદૂતે કહ્યુ છે કે બંને દેશોએ પારસ્પરિક સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવ્યા છે. જેના કારણે ક્ષેત્રમાં ચીનની વધી રહેલી સક્રિયતાને નિયંત્રિત કરી શકાશે  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે જાપાનની મુલાકાતે જવાના છે. બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત વાર્ષિક શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે વાટાઘાટો કરશે . વાતચીતનો મુખ્ય એજન્ડા ભારત અને જાપાનની સેનાઓની વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો રહેવાનો છે. મોદી અને શિંજોની વચ્ચે દશથી વધુ મુલાકાતો દરમિયાન ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી વિકસિત થયા છે. બંને દેશોની સેનાઓએ અમેરિકાની સેના સાથે મળીને હિંદ મહાસાગરમાં નૌસૈન્ય અભ્યાસ પણ કર્યો છે.

  ભારતમાં જાપાનના રાજદૂત કેંજી હિરમાત્સુએ બંને સેનાઓ વચ્ચે સૈન્ય સમજૂતીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યુ ચે કે ચીનની દખલગીરીના વલણને રોકવા માટે સમજૂતી થવી સ્વાભાવિક છે. આ સમજૂતી હેઠળ જાપાનના યુદ્ધજહાજોને અંદમાન-નિકોબાર ટાપુઓ સહીત ભારતના મુખ્ય નેવલ બેસોમાંથી ઈંધણ અને સર્વિસિંગ પ્રાપ્ત કરી શકશે.

(1:52 pm IST)