મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

પાક વીમા યોજનામાં ચોથા વર્ષનો હપ્તો માફ કરવા તૈયારી

નીતિ આયોગની ભલામણ ઉપર કૃષિ મંત્રાલયમાં થઇ રહી છે અંતિમ તબક્કાની મંત્રણાઓ : હવે ૩ વર્ષ માટે થશે વીમા કંપનીની નિયુકતીઃ આ યોજનાનો દાયરો વધારવા તેને વધુ આકર્ષક બનાવાશે

નવી દિલ્‍હી તા. ર૩ : કેન્‍દ્ર સરકાર પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાને પ્રોત્‍સાહન આપવા માટે ચોથા વર્ષે ખેડૂતોનો હપ્‍તો માફ કરવાની તૈયારીઓ આ યોજના લગાતાર ચાલુ રાખવાવાળા  ખેડૂતોને પ્રત્‍યેક ચોથા વર્ષે હપ્‍તામાં છૂટ આપવા અંગે કૃષિ મંત્રાલયમાં અંતિમ તબકકે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ અંગેની ભલામણ નીતિ આયોગે દેશમાં આ યોજનાનો દાયરો વધારવા માટે કરી છે. હાલ દેશમાં માત્ર ર૯ ટકા એટલે કે ૧ર કરોડ ખેડૂતો જ આ વીમો લીધેલો છે.

કૃષિ મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે આ યોજનાનો દાયરો વધારવા માટે વિવિધ સ્‍તરે  મંત્રાલયે પગલા લીધા છે. ખેડૂતોના દાવાનો નિકાલ કરવાનો સમય ર મહિના નકકી થયો છે. તે પછી ૧ મહિના બાદ વીમા કંપનીએ અને રાજયોને વળતર સાથે દંડ તરીકે ૧ર ટકા વ્‍યાજ આપવાનું નકકી થયું છે. આ સિવાય પ્રચાર - પ્રસાર અને જાગૃતતા માટે વીમા કંપનીઓને કુલ પ્રીમીયમના ૦.પ ટકા ખર્ચ કરવાનું ફરજીયાત બનાવાયુ છે. મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે નીતિ આયોગની ભલામણ લાગુ કરવામાં કોઇ અડચણ નથી. પણ ગુણ-દોષની તપાસના હેતુથી ચર્ચા થઇ રહી છે આમ પણ આ વીમા યોજનામાં ખેડૂતો પાસે જ બે ટકા જ લેવાય છે બાકીનું ચુકવણું કેન્‍દ્ર-રાજયોની ભાગીદારીથી થાય છે.

નવા નિયમ હેઠળ હવે રાજય ૧ વર્ષની જગ્‍યાએ ૩ વર્ષ માટે વીમા કંપની નિયુકત કરી શકે છે. એવામાં એ સુનિત થશે કે તેમને સતત સેવા દેવી પડશે પછી ભલે પાક ખરાબ થવાથી દાવા વધુ આવે કે સારો પાક થવાથી તેમાં ઘટાડો આવે.

ર૦૧પ-૧૬ માં શરૂ થયેલ આ યોજનામાં ૪ર૦૦ કરોડનું પ્રીમીયમ આવ્‍યુ હતું જે ર૦૧૬-૧૭ માં વધીને રર૧૮૦ કરોડ થયું છે. ગયા વર્ષે રૂા. ર૪૩પર કરોડ થયું છે. ખરીફ પાકમાં વિમા કંપનીઓએ ૧૬ર૭૬ કરોડનું વીમા પ્રીમીયમ લીધુ અને ૧૦૪રપ કરોડના દાવાનો નિકાલ કર્યો. જયારે ર૦૧૦ માં ૪૦૭૭ કરોડના દાવા નીપટાવ્‍યા.

(10:46 am IST)