News of Tuesday, 23rd October 2018
છત્તીસગઢમાં મુખ્યમંત્રી ડો.રમણસિંહ સામે કોંગ્રેસે અટલજીના ભત્રીજી કરુણાશુકલને મેદાનમાં ઉતાર્યા
કોંગ્રેસે રાજનાદગાંવ વિધાનસભા બેઠક પરથી મુખ્યપ્રધાન ડૉ. રમન સિંહ સામે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરૂણા શુક્લાને મેદાનમાં ઉતાર્યા છે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટીકિટ નહીં મળતા નારાજ કરૂણા શુક્લાએ કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો.
કોંગ્રેસની બીજી યાદીમાં રાજનાદગાંવથી કરૂણા શુક્લા, ખૈરાગઢથી ગિરવર જંઘેલ, ડોંગરગાંવથી દિલેશ્વર સાહૂ, ડોંગરગઢથી ભુનેશ્વર બધેલ, ખુજ્જીથી ચન્ની સાહૂ અને માનપુર મોહલાથી ઈન્દ્ર શાહ મંડાવીને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બસ્તર ડિવિઝનની 12 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસે પહેલાથી જ કરી નાખી છે.
(12:00 am IST)