મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ઝીરો બેલેન્સ પર ખૂલશે એકાઉન્ટ :SBIની ઓફર : ડેબિટ કાર્ડ અને ઇન્ટનેટ બેકિંગનો પણ મળશે લાભ

પહલા કદમ અને પહલી ઉડાન બચત ખાતામાં માસિક બેલેન્સની કોઈ બાધ્યતા નથી

નવી દિલ્હી :દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નવું બચત ખાતુ શરૂ કર્યું છે. જોકે આ બચતખાતા બાળકો માટે છે અને કોઇ પણ બાળક માટે આ ખાતુ ખોલી શકાશે. આ બચત ખાતાનું નામ પહેલું ખાતુઅને પહેલી ઉડાનછે. આ ખાતાઓને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખોલી શકાય છે. જ્યારે પહેલી ઉડાન નામનું બચત ખાતુ 10 વર્ષથી ઉપરના બાળકોના નામે છે. એસબીઆઇની અધિકારીત વેબસાઇટ પર તેની પૂરી જાનકારી આપવામાં આવી છે.

  પહલા કદમ અને પહલી ઉડાન બચત ખાતાઓની ખાસ વાત એ છે કે, આ ખાતાઓમાં માસિક બેલેન્સ રાખવાની કોઇ બાધ્યતા નથી અને ઝીરો બેલેન્સ પર પણ આ ખાતાઓ ખોલી શકાય છે. પહલા ખાતાને કોઇ પણ માતા પિતાના નામ સાથે સંયુક્ત રીતે ખોલી શકાય છે. જ્યાં પહલી ઉડાન નામના બચત ખાતામાં 10 વર્ષથી ઉપરના કોઇ પણ બાળકોના નામે ખોલી શકાય છે. આ ખાતાને ખોલાવવા માટે માત્ર બાળકના હસ્તાક્ષરની જરૂર પડે છે.

 પહલા કદમ ખાતામાં બાળકની તસવીર લગાવેલ એટીએમ અને ડેબિટ કાર્ડ મળશે. જેની વિથડ્રોઅલ લિમિટ 5000 રૂપિયા પ્રતિદિન સુધી હશે. જ્યારે પહલી ઉડાનમાં પણ 5000 રૂપિયા પ્રતિ દિવસ રાખવામાં આવી છે.

 આ બંન્ને ખાતાઓની સાથે ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ પણ આપવામાં આવી છે. જણાવી દઇએ કે આ ખાતામાં ઇન્ટરનેટ બેકિંગ દ્વારા વિભિન્ન બિલો પણ ભરપાઇ કરી શકાશે. આ ખાતાઓની સાથે ચેકબુકની સુવિધા પણ યુઝર્સને મળશે. વ્યાજદરની વાત કરવામાં આવે તો અન્ય બચત ખાતાઓ પર સમાન વ્યાજદર રાખવામાં આવ્યું છે. બંન્ને ખાતઓમાં નોમિનેશનની સુવિધાઓ પણ આપવામાં આવી છે.

(8:38 pm IST)