મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ITR ફાઈલ કરનારની સંખ્યા ચાર વર્ષમાં ૮૦ ટકા વધી છે

કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો : ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરનારની સંખ્યામાં તીવ્ર વધારો

નવી દિલ્હી, તા. ૨૨ : એક કરોડ રૂપિયાથી વધારાની આવક દર્શાવનાર કરદાતાની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં ૬૦ ટકા વધીને ૧.૪૦ લાખ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેટેક્સ (સીબીડીટી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અવધિમાં ઈન્ટેમટેક્સ રિટર્ન દાખલ કરનારની સંખ્યામાં પણ ૮૦ ટકાનો વધારો થઈ ચુક્યો છે. સીબીડીટીના ચેરમેન સુશિલચંદ્રાએ કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ગાળા દરમિયાન ડાયરેટેક્સ જીડીપી ૫.૯ ટકા રહ્યો છે જે ૧૦ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ છે. છેલ્લા ચાર વર્ષમાં જીએસટી રિટર્ન દાખલ કરનારની સંખ્યા ૮૦ ટકા વધી ગઈ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં આ સંખ્યા ૩.૭૯ કરોડ હતી જે વધીને ૨૦૧૭-૧૮માં ૬.૮૫ કરોડ થઈ ગઈ છે. સીબીડીટી તરફી કહેવામાં આવ્યું છે કે એક કરોડથી વધારેની આવક વાળા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યામાં ૬૮ ટકાનો વધારો થયો છે. એક કરોડથી વધારાની આવક દર્શાવનાર કરદાતાની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં કોર્પોરેટ, કંપનીઓ, અવિભાજિત પરિવારોનો સમાવેશ થાય છે. સીબીડીટીનું કહેવું છે કે મૂલ્યાંકન વર્ષ ૨૦૧૪-૧૫માં ૮૮૬૪૯ લોકોએ પોતાની આવક એક કરોડથી વધારાની જાહેર કરી હતી. જ્યારે મૂલ્યાંકન વર્ષ ૨૦૧૭-૧૮માં તેમની સંખ્યા વધીને એક લાખ ૪૦ હજાર ૧૩૯ થઈ ગઈ છે. આ રીતે કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે. આવી જ રીતે મૂલ્યાંકન વર્ષ ૨૦૧૪-૧૫ થી મૂલ્યાંકન વર્ષ ૨૦૧૭-૧૮ની વચ્ચે એક કરોડ રૂપિયાથી વધુની આવક વાળા વ્યક્તિગત કરદાતાની સંખ્યા પણ ૪૮ હજાર ૪૧૬થી વધીને ૮૧ હજાર ૩૪૪ થઈ ગઈ છે. એટલે કે છેલ્લા ચાર વર્ષમાં તેમની સંખ્યમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે. સીબીડીટીના ચેરમેન સુશિલચંદ્રાએ કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં આ વધારાની ક્રેડિટ ઈન્કમટેક્સ વિભાગના જુદા જુદા વિભાગોમાં અધિકારીઓને આપી છે. આ સંખ્યા ઈન્કમટેક્સ વિભાગ તરફથી છેલ્લા ચાર વર્ષના ગાળા દરમિયાન કાયદામાં સુધારા, સૂચનામાં ફેલવા અને કઠોર રીતે કાનૂન લાગુ કરવાના પરિણામ સ્વરૂપે વધારો થયો છે. સીબીડીટીએ એમ પણ કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષના ગાળા દરમિયાન ફાઈલ કરવામાં આવેલા આઈટીઆર રિટર્નમાં ૮૦ ટકાનો વધારો થઈ ચુક્યો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૩.૭૯ કરોડથી વધીને આ સંખ્યા વર્ષ ૨૦૧૭-૧૮માં ૬.૮૫ કરોડ થઈ ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગના કઠોર પગલાના પરિણામ સ્વરૂપે ટેક્સ ભરનારની સંખ્યામાં ઉલ્લેખનિય વધારો થયો છે. આ સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જુદા જુદા પગલા આના માટે કારણરૂપ દેખાઈ રહ્યાછે.

(12:00 am IST)