મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ઉતરપ્રદેશના લખનોઉમાં દહેજ માટે વરરાજાને બંધક બનાવીને કન્યા પક્ષે મુંડન કરાવી દીધુ

લખનોઉ : ઉતરપ્રદેશની રાજધાની લખનોૈઉમાં એવો કિસ્સો સામે આવ્યો છે જયાં એક વરરાજાને બંધક બનાવીને કન્યાપક્ષે મુંડન કરાવી દીધું. લખનોૈઉના ઇંદિરાનગરના ખુર્રમનગર વિસ્તારની આ ઘટના છે. કન્યા પક્ષનો આરોપ છે કે, વર પક્ષ તરફથી અચાનક જ દહેજની માગ કરવામાં આવી અનો ધમકી આપવામાં આવી કે માગ પુરી નહીં કરવામાં આવે તો લગ્ન નહીં થાય, જે બાદ બંને પક્ષ વચ્ચે મારામારી થઇ.(

કન્યા પક્ષનો આરોપ છે કે મોટરસાઇકલ, સોનાની ચેઇનની માગ કર્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો. આ ઘટના બાદ છોકરીવાળાએ વરરાજાને બંધક બનાવી દીધો અને ત્યાર બાદ તેનું મુંડન કરી નાખ્યું. કન્યાની દાદીએ કહ્યું કે '' વર પક્ષવાળાએ દહેજની માગ લગ્નના પાંચ દિવસ પહેલા કરી, જયારે અમે કહ્યું કે  માગ પુરી નહીં કરી શકીએ તો તેમણે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો. યુવકના વાળ કાપી નાખવા અંગે મને કોઇ જાણ નથી.

પોલીસે હાલ તો આ મામલે તપાસ શરૃ કરી છે. ખબરોનું માનીએ તો બહુરાઇચના રહેવાસી અબ્દુલ કલામના લગ્ન ખુર્રમનગરમાં રહેતી યુવતી સાથે નક્કી થયા, રવિવારે લગ્નની વિધી ચાલતી હતી ત્યારે વરરાજા તરફથી દહેજમાં બાઇક અને સોનાની ચેઇન માંગવામાં આવી, જે બાદ બંને પક્ષ વચ્ચે જોરદાર ઝઘડો થયો અનો કન્યાપક્ષે વરરાજાના વાળ કાપી નાખ્યા હતા.

(12:00 am IST)