મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

મિડલ કલાસ પરિવારની કથા રજૂ કરતી માધુરી દિક્ષીતની નવી ફિલ્‍મ ‘મજા માં'નું ટ્રેલર રિલીઝ

મલ્‍હાર ઠાકર સાથે ‘ધક ધક ગર્લ'ની બોલિગવુડમાં રી-એન્‍ટ્રીઃ 6 ઓક્‍ટોબરથી પ્રાઇમ વીડિયોમાં જોવા મળશે

મુંબઇઃ માધુરી દિક્ષીતની નવી ફિલ્‍મ ‘મજા માં' ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થયુ છે. ફિલ્‍મમાં બરખા સિંહ, સુષ્‍ટિ શ્રીવાસ્‍તવ, રજિત કપુર, સિમોન સિંહ, શીલા ચઢ્ઢા અને મલ્‍હાર ઠાકર મુખ્‍ય ભુમિકામાં છે.

માધુરી દીક્ષિતની અપકમિંગ ફિલ્મ 'મજા માં'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં માધુરી દીક્ષિતના પાત્રને તોઈને એકવાર ફરી તેમી દમદાર ઓનસ્ક્રીન પ્રેઝન્ટ્સની ઝલક જોવા મળી રહી છે. ટ્રેલરમાં માધુરી એક મિડલ ક્લાસ પરિવારની કહાનીનો ભાગ બનવાની છે. ટ્રેલરમાં ફેમેલીનો ઇમોશનલ અને કોમેડી ટ્રામા મનોરંજક છે.

પરફેક્ટ મોમ માધુરીની કોમેડી ફેમેલી

ટ્રેલરની શરૂઆત ઋત્વિક ભૌમિકના પાત્રથી થાય છે જેમાં તે પોતાના પરિવારની મુલાકાત દર્શકો સાથે કરાવે છે. આ ફેમેલી ઇન્ટ્રોડક્શનમાં તેની પરફેક્ટ મોમ એટલે કે માધુરીને છોડી દરેક અજીબ છે. આ અજીબ પાત્ર આ પરિવારના કોમિક કેરેક્ટર છે. ટ્રેલરમાં ફિલ્મની કહાની એક એવા મિડલ ક્લાસ પરિવાર સાથે જોડાયેલી છે જેના પુત્રનો સંબંધ એક પાવરફુલ પરિવાર સાથે જોડાવા જઈ રહ્યો છે. પરંતુ કંઈ એવું છે કે માધુરીના પાત્રના ભૂતકાળ સાથે જોડાયેલો છે જે સંબંધમાં આડે આવે છે. માધુરીને બે બાળકોના માતાના પાત્રમાં પરિવારના બેલેન્સ અને મુશ્કેલીને સારી રીતે હેન્ડલ કરતા જોઈ શકાય છે. પલ્લવી પટેલની ભૂમિકામાં માધુરીને ડાન્સ ટ્રેનર તરીકે દેખાડવામાં આવી છે.

આ ફિલ્મના ટ્રેલરમાં ગજરાજ રાવ માધુરીના પતિની ભૂમિકામાં છે. ગજરાજનું પાત્ર ખુબ કોમિક છે. ખોટું ઈંગ્લિશ બોલવાથી લઈને એવા ઘણા ડાયલોગ છે જે તમને હસવા માટે મજબૂર કરે છે. ગજરાજની સાથે માધુરીની જોડી પ્રથમવાર દર્શકોને જોવા મળશે. ટ્રેલરમાં બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી સારી લાગી રહી છે.

માધુરીની વાપસીથી ફેન્સ ખુશ

આ ફેમેલી ડ્રામા ફિલ્મ આનંદ તિવારીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં માધુરી સિવાય બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચડ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામત મુખ્ય ભૂમિકામાં છે. આ ટ્રેલરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ કર માધુરીના ફેન્સ ખુબ ખુશ છે. ડાન્સ ટ્રેલરના પાત્રમાં માધુરી ખુબ પસંદ આવી રહ્યાં છે. ફેન્સ ટ્રેલર પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે. ફેન્સ માધુરીને મોટા પડદા પર ફરીથી જોવા માટે ઉત્સાહિત છે. નોંધનીય છે કે મજામાં 6 ઓક્ટોબરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

(6:06 pm IST)