મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

અધ્યક્ષની ચુંટણીમાં હું કોઇની તરફેણ નહી કરૂ

ગેહલોત સાથે મીટીંગમાં સોનિયા ગાંધીની ચોખ્ખી વાત

નવી દિલ્હીઃ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત બુધવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. મીટીગ દરમ્યાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગેહલોતને કહ્યું કે પક્ષના અધ્યક્ષ પદની આગામી ચુંટણીમાં તે કોઇની તરફેણ નહીં કરે.ગેહલોત સાથેની મુલાકાત દરમ્યાન સોનિયા ગાંધીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું કે તે નવા અધ્યક્ષની આગામી ચૂંટણીમાં કોઇની તરફેણ નહીં કરે. એક વ્યકિત એક પદનો સિધ્ધાંત તો ઉમેદવાર જીતી જાય પછી સામે આવશે. તેમણે કોંગ્રેસી સાંસદ શશિ થરૂરને પણ આ જ વાત કરી હતી.ગેહલોત બુધવારે સોનિયા ગાંધીને મળવા દિલ્હી ગયા હતા. મંગળવારે જયપુરમાં તેમણે મોડી રાત્રે ધારાસભ્યો સાથે મિટીંગ કરી હતી અને પોતાની ઉમેદવારી બાબતે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે જો ખરેખર તે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તો બધા ધારાસભ્યોને દિલ્હી પહોંચવા માટે કહેવામાં આવશે.તેમણે કહ્યું કે તેઓ પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરી એકવાર મનાવવા માટે આખરી પ્રયાસ કરશે

(3:22 pm IST)