મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

હિમાચલના મંડીની બોર્ડિંગ સ્કૂલમાં ૭૯ છાત્રને કોરોના

દેશમાં કોરોનાની બીજી લહેરનું જોર ઘટ્યું : કોવિડ પોઝિટિવિટીના રેટમાં વધારાથી હિમાચલ સરકારે ગયા સપ્તાહે ૨૫ સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ કરી હતી

 નવી દિલ્હી, તા.૨૨ : દેશમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થઈ રહ્યુ છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી ગયા છે અને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કારણે કોઈનુ મોત પણ થયુ નથી ત્યારે હિમાચલ પ્રદેશના મંડીમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીંની એક બોર્ડિંગ સ્કૂલમાં ૭૯ વિદ્યાર્થીઓ અને ૩ સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત થયા છે. આ વિસ્તારને હાલમાં સીલ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ સરકારે ગયા સપ્તાહે જ ૨૫ સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરી હતી.

            કારણકે રાજ્યમાં કોવિડ પોઝિટિવિટીના રેટમાં વધારો થયો છે. જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જવા પર બેન મુકાયો છે અને માત્ર કર્મચારીઓ અને શિક્ષકોને બોલાવવામાં આવી રહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭૦૦૦ નવા કોરોના કેસ સામે આવ્યા છે. હાલમાં ભારતમાં ૩.૦૧ લાખ એક્ટિવ કોરોના કેસ છે. આ સંખ્યા છેલ્લા ૧૮૬ દિવસની સૌથી ઓછામાં ઓછી સંખ્યા છે.

(9:15 am IST)