મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

કાલથી ગુવાહાટીના મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા ખૂલશે

મંદિરમાં દર્શન માટે ખૂબ જ કડક ગાઇડલાઇન્સ નક્કી કરાઈ

નવી દિલ્હી : ગત 7 માર્ચથી બંધ આસામના મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા 24 સપ્ટેમ્બરથી ભક્તો માટે ખૂલી રહ્યા છે. મંદિર ટ્રસ્ટે એના માટે તૈયારી શરૂ કરી દીધી છે. મંદિરમાં દર્શન માટે ખૂબ જ કડક ગાઇડલાઇન્સ નક્કી કરાઈ છે. ગુવાહાટીમાં આ સમયે કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યા છે, પરંતુ મંદિર ખોલવાની માગ પણ ઘણા સમયથી ચાલી રહી છે. પહેલાં ટ્રસ્ટે પ્રસ્તાવ જણાવ્યો હતો કે મંદિરમાં માત્ર પરિક્રમા માટે લોકોને પ્રવેશ આપવામાં આવે. 24 સપ્ટેમ્બરથી મંદિરમાં આખા દિવસમાં લગભગ 500 લોકોને પ્રવેશ મળશે. મંદિરમાં કોઈપણ વ્યક્તિ 15 મિનિટથી વધારે રહી શકશે નહીં. મંદિર ટ્રસ્ટે સરકાર દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન્સ પ્રમાણે મંદિર ખોલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

મંદિરમાં પ્રવેશના નિયમો આ રહેશે મંદિરની વેબસાઇટથી દર્શન માટે ઓછામાં ઓછા એક દિવસ પહેલાં ઓનલાઇન બુકિંગ થશે.મંદિર તરફથી દર્શન માટે સમય આપવામાં આવશે.એક સમયે મંદિરની અંદર સો લોકોથી વધુને પ્રવેશ મળી શકશે નહીંદર્શન માટે તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ.મંદિરમાં કોઈપણ ભક્ત 15 મિનિટથી વધારે રોકાઈ શકશે નહીં કોઈપણ વિશેષ પૂજા વગેરે માટે બહારના લોકોને સામેલ કરવામાં આવશે નહીં.મંદિરને દર બે કલાકે સેનિટાઇઝ કરવામાં આવશે.મંદિરમાં આવતા લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ થશે. એના માટે એક મેડિકલ ટીમ મંદિરમાં રહેશે.

(11:55 am IST)