મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

પી એમ મોદી યાદ રાખે કે યૂએસ માં સ્ટાર પ્રચારક નથીઃ ભારતના પ્રધાનમંત્રી તરીકે છે : કોંગ્રેસ નેતા આનંદ શર્માની ધારદાર પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ રાખવું જોઇએ કે અમેરિકામાં તે અમેરિકી ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક નહી પણ ભારતના પ્રધાનમંત્રી છે.

એમણે કહ્યું કે મોદીએ કોઇ બીજા દેશની આંતરિક ચૂંટણીઓમાં હસ્તક્ષેપ ન કરવાની વિદેશનીતિનું ઉલ્લંઘન કર્યુ છે.  મોદી ટ્રમ્પ માટે સતત પ્રચાર કરી રહ્યા છે.

(11:40 pm IST)