News of Monday, 23rd September 2019
કેન્યામાં સ્કૂલનો કલાસરૂમ પડી જવાથી ૭ વિદ્યાર્થીઓના મોત થયાઃ પ૭ ઘાયલ થયા
કેન્યાની રાજધાની નૈરોબીમાં એક સ્કુલનો કલાસરૂમ પડી જવાના કારણે ઓછામાં ઓછા ૭ બાળકોના મોત થયા જયારે પ૭ ઘાયલ થયા છે.
સોમવારના સ્કૂલ શરૂ થયાના થોડીક જ મિનીટો પછી લાકડાથી બનેલ કલાસરુમનો ઢાંચો પડી ગયો, જેમા હજુ પણ ઘણા બાળકા દબાયા હોવાની ખબર છે. બાળકોને કાઢવાનુ કામ જારી છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(11:39 pm IST)