મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ભારત અને પાકીસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો પાક દુનિયાના નકશા પર નહી રહેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડ્ડીની સટાસટી

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડ્ડીએ રવિવારના કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્વ થશે તો પાકિસ્તાન દુનિયાના નકશા પર નહી રહે. અને તેનો સફાયો થઇ જશે.

એમણે કહ્યું ઇમરાનખાન અથવા પાકિસ્તાની સેનાની ખોખલી વાતોથી કોઇ ડરવાવાળુ નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડરવાવાળા માંથી નથી. આ દેશભકત સરકાર છે.

(11:38 pm IST)