મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

હવે વાત નહીં કામ કરવાનો સમય આવ્યો : નરેન્દ્ર મોદી

સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેન્ટ ચેંજ સમિટમાં સંબોધન ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ઇ-મોબિલીટી પર ભાર મુકવામાં આવી રહ્યો છે : સોલાર એલાયન્સથી દુનિયાના ૮૦ દેશ જોડાયા

ન્યુયોર્ક, તા. ૨૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેન્ટ ચેંજ સમિટને આજે સંબોધન કર્યું હતું. અહીં મોદીએ પર્યાવરણ બચાવવા માટે ભારતના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, હવે વાત નહીં પરંતુ કામ કરવાનો સમય છે. અમે ભારતમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઇ-મોબીલિટી ઉપર ભાર આપી રહ્યા છે. ભારત બાયોફ્યુઅલ મિક્સ કરીને પેટ્રોલ ડિઝલને બનાવવા ઉપર કામ કરી રહ્યુ છે. સાડા અગિયાર કરોડ પરિવારને ગેસ કનેક્શન આપી ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અમારે સોલાર એલાયન્સે દુનિયાભરના ૮૦ દેશો જોડાઈ ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ લાલચ નથી પરંતુ જરૂરિયાત છે. આ અમારા માર્ગદર્શક મુલ્ય છે. અમે અહીં માત્ર ગંભીર બાબતોનો ઉલ્લેખ કરતા નથી પરંતુ પ્રેક્ટિકલ એપ્રોચની સાથે આવ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં ક્લાઇમેન્ટ એક્શન સમિટમાં સત્ર શરૂ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ભુતારેસ પણ ઉપસ્થિત રહ્યા હતા. દુનિયાભરના ૬૦ દેશોએ આ બેઠકમાં પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. યુએનએસજીના ક્લાઈમેન્ટ ચેંજ એન્ડ લીડર ડાયલોગમાં ભાગ લેવા તેઓ પહોંચ્યા હતા. તે પહેલા મોદી ગઇકાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જળ સંરક્ષણ માટે જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી છે. રેઇનવોટર હાર્વેસ્ટિંગ પર કામ થઇ રહ્યું છે. આગામી થોડાક વર્ષોમાં ભારત જળ સંરક્ષણના કામ ઉપર ૫૦ મિલિયન ડોલર ખર્ચ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, વાત કરવાનો સમય હવે રહ્યો નથી. યુએનની આ ઇમારતમાં ભારત તરફથી મુકવામાં આવેલા સોલાર પેનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે ભારતના સ્વતંત્રતાના દિવસના અવસર પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે આંદોલનની શરૂઆત થઇ ચુકી છે. ન્યુયોર્કમાં આ કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના પ્રતિનિધિએ પણ પોતાની વાત રજૂ કરી હતી.

(9:42 pm IST)