મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ડુંગળીના ભાવ આસમાને :દિલ્હીની કેજરીવાલ સરકારનો 24 રૂપિયે કિલો ડુંગળી વેચવા નિર્ણંય

તમામ રાશનની દુકાન અને મોબાઇલ વેન દ્વારા વેચશે

નવી દિલ્હી : દિલ્હી સરકારે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના આસમાને પહોંચેલા ભાવથી સામાન્ય જનતાને રાહત આપવાની તૈયારી કરી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર લોકોને સસ્તી ડુંગળી ઉપલબ્ધ કરાવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર ડુંગળી ખરીદી રહી છે. આશા છે કે, દસ દિવસમાં જ ડુંગળીનું વેચાણ શરૂ થઇ શકે છે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ડુંગળીની કિંમત 24 રૂપિયા કિલોગ્રામ હશે. સરકાર ડુંગળી તમામ રાશનની દુકાન અને મોબાઇલ વેન દ્વારા વેચશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડુંગળીના ભાવમાં અચાનક વધારાને ધ્યાનમાં લેતા હવે સરકારે ખુદ ડુંગળી વેચવાનો નિર્ણય લીધો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  દેશની રાજધાની દિલ્હી સ્થિત આઝાદપુર બજારમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 50 રૂપિયા કિલો થયો છે. જો કે, 2015 બાદ તેના આસમાને પહોંચ્યા છે. તો એશિયાના સૌથી મોટા બજાર મહારાષ્ટ્રના લાસલગામમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિકિલો થયાં છે. વેપારીઓએ જણાવ્યું કે, દેશમાં ડુંગળીનો જથ્થો ખૂબ જ ઓછો છે, જેના કારણે બજારમાં ડુંગળીના ભાવ આસમાન પહોંચ્યા છે.

(8:38 pm IST)