મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

સેંસેક્સમાં વિક્રમી ઉછાળા....

ઇતિહાસમાં એક દિવસમાં સૌથી મોટા ઉછાળા

મુંબઈ, તા. ૨૩ : કોર્પોરેટ ટેક્સ રેટમાં શુક્રવારના દિવસે જોરદાર ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજીનો માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. આજે શેરબજારમાં બમ્પર તેજી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં આશરે ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. છેલ્લા બે કારોબારી સત્રમાં સૌથી મોટો ઉછાળો નોંધાઈ ચુક્યો છે. શુક્રવાર બાદથી ઇક્વિટી માર્કેટમાં જોરદાર તેજી જામી છે. શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. બજારમાં મોટા ઉછાળા નીચે મુજબ છે.

*    ૧૮મી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૧૦ પોઇન્ટનો ઉછાળો

*    ૨૦મી મે ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૧૪૨૧ પોઇન્ટનો ઉછાળો

*    ૨૫મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૧૧૪૦ પોઇન્ટનો ઉછાળો

*    ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૧૦૭૫ પોઇન્ટનો ઉછાળો

*    ૨૫મી માર્ચ ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૯૨૮ પોઇન્ટનો ઉછાળો

*    ૧૪મી નવેમ્બર ૨૦૦૭ના દિવસે સેંસેક્સમાં ૮૯૪ પોઇન્ટનો ઉછાળો

*    ૨૩મી ઓક્ટોબર ૨૦૦૭ના દિવસે સેંસેક્સમાં ૮૭૮ પોઇન્ટનો ઉછાળો

*    ૨૩મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૮૬૪ પોઇન્ટનો ઉછાળો

*    ૨૬મી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૭૯૩ પોઇન્ટનો ઉછાળો

*    પહેલી માર્ચ ૨૦૧૬ના દિવસે સેંસેક્સમાં ૭૭૭ પોઇન્ટનો ઉછાળો

*    ૩૧મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૭૪૪ પોઇન્ટનો ઉછાળો

*    ૧૨મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સેંસેક્સમાં ૭૩૨ પોઇન્ટનો ઉછાળો

*    ચોથી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૭૩૧ પોઇન્ટનો ઉછાળો

*    ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે સેંસેક્સમાં ૭૨૯ પોઇન્ટનો ઉછાળો

*    ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સેંસેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો

(7:45 pm IST)