મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

બેથી ત્રણ કંપનીઓને વેચી ૬૦૦ અબજ ઉભા કરાશે

માર્ચ ૨૦૨૦ સુધી કંપનીઓને વેચી દેવાની યોજના : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, એઆઈ યાદીમાં ટોપ ઉપર

નવીદિલ્હી,તા.૨૩ : નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર માર્ચ ૨૦૨૦ સુધી ૬૦૦ અબજ રૃપિયા અથવા તો ૮.૫ અબજ ડોલરની રકમ ઉભી કરવા માટે સ્થાનિક અથવા તો વિદેશી કંપનીઓને બે અથવા ત્રણ કંપનીઓને વેચી મારવાની યોજના ધરાવે છે. સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, લોજિસ્ટિક કંપની કન્ટેઇનર કોર્પ ઓફ ઇન્ડિયા અને એર ઇન્ડિયાને વેચી દેવાની યોજના ધરાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના અંત પહેલા આ કંપનીઓને વેચવાની યોજના ધરાવે છે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. વડાપ્રધાનની ઓફિસે નાણામંત્રાલયના એક કંપનીમાં હિસ્સેદારી વેચવાના વલણ સામે વાંધો ઉઠાવ્યો છે. રિફાઈનર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો મુદ્દો ઉઠ્યો ત્યારે આને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

                  પીએમઓ આ બાબતને લઇને બિલકુલ સ્પષ્ટ છે કે, અમે અન્ય કંપનીને સરકારી કંપનીઓ વેચવાની યોજના ધરાવતા નથી. ખાનગીકરણને લઇને ચર્ચા ચાલી રહી છે. એર ઇન્ડિયા ઉપર જંગી દેવું રહેલું છે. એર ઇન્ડિયાના ખાનગીકરણના પ્રયાસો પહેલા પણ થઇ ચુક્યા છે પરંતુ પ્રયાસો સફળ રહ્યા નથી. હવે ફરી એકવાર પ્રયાસો કરવામાં આવનાર છે. માર્ચ ૨૦૨૦ સુધી ભારત સરકાર લોકલ અથવા તો વિદેશની કંપનીઓને બેથી ત્રણ કંપનીઓ વેચી દેવાની યોજના ધરાવે છે. આને લઇને તમામ રુપરેખા તૈયાર થઇ ચુકી છે. ટૂંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવશે. દેવામાં ડુબેલી કંપનીઓને લઇને પણ વિચારણા ચાલી રહી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એર ઇન્ડિયા લિસ્ટમાં સૌથી પહેલાહોવાની વાત દેખાઈ રહી છે. ૬૦૦ અબજ રૃપિયા ઉભા કરીને આ રકમ યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની સરકાર ઇચ્છા ધરાવે છે.

(7:41 pm IST)