મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાળીઓ વગાડી

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ પકડી મેદાનમાં ફર્યા

હ્યુસ્ટન, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના શહેર ટેક્સાસ ખાતે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં  આક્રમક સંબોધનથી વિશ્વના દેશોને ભારતની તાકાતથી વાકેફ કરાવ્યા હતા. મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં કહ્યુ હતુ કે અમેરિકામાં હુમલા કરનાર અને ભારતમાં હુમલા કરનાર ત્રાસવાદીઓના આકાઓ ક્યાં છે તે બાબતથી આજે દુનિયાના દેશો વાકેફ છે.  પાકિસ્તાનનુ નામ લીધા વગર મોદીએ ટ્રમ્પની હાજરીમાં પાકિસ્તાન પર તેજાબી પ્રહારો કર્યા હતા.

*   એનઆરજી સ્ટેડિયમમાં હાઉસફુલના શો વચ્ચે હાઉડી મોદી કાર્યક્રમમાં મોદી છવાયા

*   મોદીએ મંચ ઉપર પહોંચતા પહેલા અમેરિકી સાંસદોએ મંચ પર પહોંચીને વિગતો આપી

*   મોદી મંચ પર આવ્યા ત્યારે તમામ લોકોનો ઝુકીને આભાર માન્યો

*   કાર્યક્રમોના આયોજકોનો, વહીવટીતંત્ર અને અન્યનો આભાર માન્યો

*   ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષો પહેલા તેમને પોતાના પરિવાર સાથે મળાવ્યા હતા. આજે તેઓ ટ્રમ્પને તેમના પરિવાર સાથે મળાવી રહ્યા છે જ્યારે મોદીએ આ વાત કરી ત્યારે ૫૦૦૦૦થી પણ વધુ ભારતીયો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા

*   અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાવનાશીલ બન્યા વગર રહી શક્યા ન હતા

*   ટ્રમ્પ મંચ પર આવ્યા ત્યારે મોદીએ પોતે તેમનું સ્વાગત કર્યું અને તેમની કુશળતા અને શક્તિશાળી નેતા તરીકેની છાપની પ્રશંસા કરી

*   મોદી જ્યારે આતંકવાદના મુદ્દા ઉપર ટ્રમ્પની ઉપસ્થિતિમાં પાકિસ્તાન પર નામ લીધા વગર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે ભારતીયો ઝુમી ઉઠ્યા હતા

*   ઇસ્લામિક આતંકવાદનો ખાત્મો કરવા ટ્રમ્પ પોતે પણ નિર્ણાયક લડાઈ લડવા અમારી વચ્ચે હોવાની મોદીએ વાત કરી

*   પોતાના ઘરની સમસ્યા નહીં ઉકેલનાર લોકો ભારત જેવા દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા છે તેવી વાત મોદીએ કરી ત્યારે ભારતીયો ગર્વ અનુભવ કરી રહ્યા હતા

*   મોદીએ કહ્યું હતું કે, અમે વેલફેરમાં માનનાર લોકો છે પરંતુ ફેરવેલમાં પણ આગળ વધી રહ્યા છે. હાલમાં જ કલમ ૩૭૦ અને જટિલ કાયદાઓને ફેરવેલ આપી ચુક્યા છે

*   આતંકવાદીઓના આકાઓ ક્યાં છુપાયા છે તે બાબતથી હવે દુનિયા વાકેફ છે

*   બંને દેશો સાથે મળીને કામ કરવા ઇચ્છુક છે

*   આતંકવાદની સામે ઉભેલા ટ્રમ્પને ઉબા થઇને સન્માન આપવા જ્યારે મોદીએ કહ્યું ત્યારે ૫૦૦૦૦થી વધુ લોકો એક સાથે ઉભા થઇ ગયા હતા

(7:38 pm IST)