મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

SBIએ તમામ ફલોટીંગ લોનને રેપોરેટ સાથે જોડી

૧ લી ઓકટોબરથી અમલી :બેંકના કરોડો ગ્રાહકોને થશે ફાયદો

નવી દિલ્હી,તા.૨૩: એસબીઆઇએ તેમના એમએસએમઇ, હાઉસિંગ, ઓટો તેમજ અન્ય રીટેલ લોનના વ્યાજ દરોને રેપોરેટ સાથે જોડશે બેંકોએ એલાન કયુંર્ છે કે તે તેમના દરેક પ્રકારના ફલોટિંગ વ્યાજ દરોવાળા નોન્સને બાહરી બેંચ માર્ક રેપોરેડ સાથે જોડી રહ્યો છે.

રીઝર્વ બેંક ૪ સપ્ટેમ્બરે દરેક બેંકોને એક નિર્દેશ જાહેર કરીને કહ્યું કે તેઓ તેમના દરેક ફલોટિંગ વ્યાજદરોવાળી લોનને બાહરી બેંચમાર્કો સાથે જોડે એસબીઆઇએ કહ્યું દરેક ફલોટિંગ વ્યાજ દર વાળા લોન્સ માટે અમે રેપોરેટની પસંદગી કરી છે ૧ ઓકટોબરથી નવા ખરો પ્રભાવી થશે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઇ રેપોરેટ આધારીત લોન સ્ક્રીમ લાવવા વાળી પ્રથમ બેંકે હતી.  બેંકે સૌથી પહેલા રેપોરેટ સાથે જોડાયેલી લોન સ્ક્રીમ લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. અને ૧ લી જુલાઇથી તેની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ફાયદો ફકત નવા ગ્રાહકોને મળી રહ્યો હતો. જો કે થોડાક દિવસો પહેલા બેંકોએ આ વ્યવસ્થા પાછી ખેચી લીધી હતી.

રીઝર્વ બેંક બેંકોને કહ્યું કે ચાર બાહરી બેંચ માર્કામાંથી એકની પસંદગી કરવામાં આવે ૪ બેંચ માર્ક માંથી આરબીઆઇનો રેપોરેટ, ભારત સરકારની ૩ મહીનાની ટ્રેઝરી બિલ થીલ્ડ, ભારત સરકારની ૬ મહીનાની ટ્રેજરી બિલ થીલ્ડ, ફાઇનાન્શીયલ બેંચમાકર્સ ઇન્ડીયા પ્રાઇવેટ તરફથી પ્રકાશિત કોઇ અન્ય બેંચમાર્ક માર્કેટ ઇટરેસ્ટ રેટ.

(4:06 pm IST)