મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

આલેલે!! ભાજપાને પ્રિયંકાની લાગે છે બીક

એટલે જ તેના સવાલોના જવાબ નથી આપતા : રાજ બબ્બર

લખનૌઃ યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કોંગ્રેસ યુપીની જરૂરિયાત હોવાનુ જણાવતા કહ્યુ કે રાજ્યની ૧૨ વિધાનસભા બેઠકો માટે થનાર પેટા ચુંટણીમાં તેમનો પક્ષ સતારૂઢ એકલા હાથે ટક્કર આપી શકે છે.  કારણકે બીજા વિપક્ષો ડરી ગયેલા છે જો ભાજપાને કોઇ નેતાનો ડર હોય તો તે પ્રિયંકા જ છે. કેમ કે ભાજપા પ્રિયંકા તરફથી ઉઠાવવામાં આવેલ કોઇપણ સવાલનો જવાબ નથી આપી શકતી.

રાજ બબ્બરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે ઈમાનદારીપૂર્વક જોવામાં આવે તો ભાજપા સાથે જો કોઇ પક્ષ પેટા ચુંટણીમાં લડી શકે તેમ હોય તો તે ફકત કોંગ્રેસ છે. બાકીના પક્ષ તો ગભરાયેલા દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ સંપુર્ણ ગંભીરતાપુર્વક સંઘર્ષ કરી રહી છે. અને પાયાના સ્તરના લોકો ધીમે ધીમે કોંગ્રેસ તરફ આકર્ષિત થઇ રહ્યા છે.

રાજ્યમાં ૨૩ સપ્ટેમ્બરે હમીરપુર, બેઠક પર અને બાકીની ૧૧ બેઠકો પર  ૨૧ ઓકટોબરે પેટા ચુંટણી થવાની છે. ત્યારે રાજ બબ્બરે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ કેન્દ્ર અને વ્યવસ્થા, મહિલાઓમાં અસુરક્ષાની ભાવના અને બાળકો સામે થઇ રહેલા અપરાધોને પેટા ચુંટણીમાં મુદ્દા બનાવાશે. લોકો ગાંડા નથી, તે બધુ જોઇ રહ્યા છે. 

પક્ષના મહાસચિવ પ્રિયંકાગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે ભાજપાને પ્રિયંકા ગાંધીનો બહુ ડર લાગે છે કેમકે ભાજપા પ્રિયંકા દ્વારા ઉઠાવાયેલા કોઇ સવાલોનો જવાબ નથી આપી રહી. અને સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે લોકો પણ પ્રિયંકા દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓ સાથે પોતાને જોડી રહ્યા છે.

(3:58 pm IST)