મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

સિંધુ ઘાટી- ગંગા ઘાટી શહેરી સભ્યતા બાદ તમિલ સંગમ સભ્યતા મળી આવી

તામિલનાડુના કીજહાદી (કીઝાડી) ખાતે ખોદકામમાં અવશેષો મળ્યાઃ પહેલીવાર ઈંટોના ઉપયોગ કર્યોના પૂરાવોઃ રમકડા- ઘરેણા- માટલા સહિતની ચીજો મળીઃ તમિલ બ્રાહ્મી લીપીમાં કરાયેલ ભિત્તિચિત્ર વિધીઓના અંકણ મળ્યા : ગંગા ઘાટી સભ્યતાને સમકાલીન છેઃ બે ઈસા પૂર્વેથી પણ ૩ શતાબ્દી જુની સભ્યતા

નવી દિલ્હીઃ તાલિમનાડુના મદુરાઈ નજીક કીજહાદી (કીઝાડી) ગામમાં પુરાતત્વ વિભાગની તપાસમાં જાણવા મળ્યા મુજબ દક્ષીણ ભારતનો સંગમ કાળ અત્યાર સુધી માલુમ પડેલ સમયથી પણ ૩૦૦ વર્ષ જુનો છે. અહીંથી દક્ષીણ- પૂર્વમાં ૧૩ કિલોમીટર દૂર એક ગામમાં ખોદકામ ચાલુ છે. ત્યાંથી ફકત બે કિલોમીટર દૂર જ વૈગઈ નદી વહે છે.

વર્ષ ૨૦૧૪માં ભારતીય પુરાતત્વ વિભાગને અહીં બે હજાર વર્ષ પહેલા માણસોની વસાહત હોવાના પૂરાવા મળેલ. ૨૦૧૪માં લાકડાના કોલસાનું ટેસ્ટીંગ કરાવતા અહીં ૨૦૦ ઈસા પૂર્વે માણસોની વસ્તી હોવાની પુષ્ટી થઈ હતી. ખોદકામ સુપરવાઈઝર અમરનાથ રામાકૃષ્ણનને અનુસંધાન કામ આગળ વધારવા અરજી કરેલ પણ તેમની ટ્રાન્સફર આસામ કરી દેવાયેલ. જો કે રાજય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે કામ ચાલુ રાખવા નકકી કરેલ. ગત ગુરૂવારે રાજય સરકારે ૨૦૧૮માં અનુસંધાનના ચોથા ચરણના આધાર પર તૈયાર કરાયેલ રીપોર્ટ જાહેર કર્યો છે.

અહીં ખોદકામ દરમિયાન નિકળેલ ૬ વસ્તુઓનો એકસલરેટેડ માસ સ્પેકટ્રોમેટ્રી ટેસ્ટ (કાર્બન- ૧૪ ડેટીંગની તપાસ કરવામાં માટેની અતિ સંવેદનશીલ પધ્ધતિ દ્વારા કાર્બન પદાર્થોની ઉમરની જાણકારી મળે છે)માટે અમેરિકાના ફલોરીડા મોકલવામાં આવેલ. આ ટેસ્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે આ વસ્તુઓ ૬ ઈસા પૂર્વેથી લઈ ૩ ઈસા પૂર્વે જેટલી જુની છે.

આ અનુસંધાન ખોદકામથી એ પણ જાણવા મળ્યુ છે કે કીજહાદી (કીઝાડી)માં ૩૫૩ સેન્ટીમીટરની ઉંડાઈએ મળનારી વસ્તુ ૫૮૦ ઈસા પૂર્વેની છે અને ૨૦૦ સેન્ટીમીટરના ખોદકામે મળતી વસ્તુઓ ૨૦૫ ઈસા પૂર્વેની છે. ખોદકામની જગ્યાએ તેનાથી ઉપર અને નીચે બંન્ને સ્તર ઉપર વસ્તુઓ છે. એવામાં પુરાતત્વ વિભાગ મુજબ ખોદકામની જગ્યા ત્રણ ઈસા પૂર્વેની છે.

તામિલનાડુનો ઐતિહાસીક યુગ ૩ ઈસા પૂર્વેની શરૂ થાય છે. પહેલાએ માનવામાં આવતુ કે તાલિમનાડુમાં ગંગા નદી ઘાટીની જેમ કોઈ શહેરી સભ્યતા ન હતી, પણ કીજહાદી (કીઝાડી)માં મળેલ પુરાવાઓ દ્વારાએ ચોકકસ બન્યુ છે કે ગંગા નદી ઘાટી સભ્યતાના સમયે જ તામિલનાડુમાં બીજી શહેરી સભ્યતા શરૂ થઈ ચૂકી હતી. મળેલી ચીજ- વસ્તુઓના આધારે આ લીપી ૬ ઈસા પૂર્વેની છે. અહીં ૨૬૦૦ વર્ષ પહેલા રહેતા લોકો ભણેલા- ગણેલા હતા.

ઉપરાંત અહીંથી મળેલ ૭૦ હાડકાઓના અધ્યયન દ્વારા જાણવા મળેલ કે અહીંના સમુદાયે જીવનનો આધાર પણ વિકસીત કરેલ. હાડકાઓમાંથી ૫૩ ટકા ગાય, ભેંસ, બકરી અને બળદના અવશેષો છે. આવરણો અને કલાકૃતિઓમાં બાલુ, લોખંડ, મેગ્નેશીયમ અને એલ્યુમિનિયમ પણ મળેલ. અત્યાર સુધીની સૌથી પ્રાચિન લિપી સિધું ઘાટી સભ્યતાથી મળી હતી. ખોજકર્તાઓ મુજબ અંકણની આ વિધીને ભિત્તિચિત્ર વિધી કહેવાય હતી. જે સિંધુ ઘાટી સભ્યતા પછી અને તમિલ બ્રાહ્મી લીપીના આવ્યા પહેલા લુપ્ત થઈ ગઈ હતી.

સિંધુ સભ્યતાના શિલાલેખોની જેમ આ આ ભિત્તિચિત્ર વિધી નષ્ટ નથી થઈ. આ ભિત્તિચિત્ર અભિલેખ મહાપાષાણ કાલીન સભ્યતાથી લઈને કાસ્ય યુગીન સભ્યતા સુધી મળી શકે છે. તામિલાનડુમાં અન્ય જગ્યાઓ અદિચનલૂર, અરાગનકુલમ, કોડુમનલ અને બીજી જગ્યાએથી આવા ચિન્હોવાળા માટલા મળ્યા છે. આવા જ અવશેષો શ્રીલંકાના તિસાહમાહારામા, કાતારોદાઈ, માનદઈ અને રિદીયાગામામાંથી પણ મળેલ છે. કીજહાદીમાંથી ખોદકામ દરમિયાન ૧૦૦૧ કલાકૃતિઓ મળી. જેમાંથી ૫૬ ઉપર તમિલ બ્રાહ્મી લિપી અંકિત છે. જેમાં ''અદા'' અને ''અદાન'' જેવા શબ્દો પણ લખાયેલા છે. મોટાભાગની કૃતિઓમાં અંકિત કરાયેલ ચિન્હો માટલાના ઉપરના ભાગોમાં છે.

આ કલાકૃતિઓ ઉપર અંકિત ચિન્હોથીએ જાણવા મળ્યું છે કે માટલાને પૂરી રીતે તૈયાર કર્યા બાદ તેના ઉપર ચિન્હો બનાવાયા છે. જે માટે એકથી વધુ લોકોનું કામ રહ્યું હશે. પુરાતત્વવિદોને માટલાઓના બે ઢગલા મળ્યા હતા. જે દર્શાવે છે કે અહીંના લોકોમાં માટીના વાસણોનું ખુબ જ ચલણ હશે. ઉપરાંત વણાટકામના સાધનો પણ મળી આવેલ. સાથો- સાથ મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સોનાના દાગીનાના સાત પ્રકારના ટૂકડા પણ મળ્યા છે. ઉપરાંત ટેકોકોટથી બનેલ રમકડાવાળી ચાવી પણ મળેલ. કોરર્નેલીયમ અને અકોટથી બનેલ ગુજરાત- મહારાષ્ટ્રમાં મળતા મણકાના અવશેષો પણ હાથ લાગેલ. ખોદકામમાં મનુષ્યોની આકૃતિ વાળા ૧૩, પ્રાણીઓના ૩ અને અન્ય ૬૫૦ રમકડાઓ પણ મળી આવેલ.

જો કે આ બધી વસ્તુઓમાં પૂજા- પાઠ કે ધાર્મિક ચીજ વસ્તુઓના પૂરાવાઓ મળ્યા નથી. બધા રમકડા લાલ- ભૂરી માટીમાંથી બનાવી તેને ઠોસરૂપ આપવામાં આવ્યુ હતું.

કીજહાદી (કીઝાડી)માં પહેલીવાર ઈટોની ઈમારતોના પૂરાવા મળ્યા છે. તામિલ સંગમનો કાળ ત્રણ ઈસા પૂર્વેથી બે ઈસા પૂર્વેનો માનવામાં આવે છે. પણ બ્રાહ્મી લીપી મુજબ તે ત્રણ શતાબ્દી વધુ જુનો છે. સિંધુ ઘાટી સભ્યતા ત્યાર બાદ ગંગા નદી ઘાટી સભ્યતામાં જ શહેરી સભ્યતા માનતી હતી અને આ દરમિયાન અન્ય કોઈ શહેરી સભ્યતા ન હોવાનું માનવામાં આવતુ પણ કીજહાદી (કીઝાદી)માં મળેલ અવશેષોથીએ સાબીત થાય છે કે ગંગા ઘાટી સભ્યતાના સમયે જ અહીં શહેરી સભ્યતા હાજર હતી. આ લોકોનો વેપાર ઉત્તર ભારત અને રોમન લોકો સાથે હતો.(૩૦.૫)

(3:51 pm IST)