મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સર્ચ ઓપરેશન: સેનાને 40 કિલો RDX મળ્યું

મોટી આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવાની તૈયારી: સેનાએ ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કઠુઆમાંથી મોટી માત્રામાં આરડીએક્સ મળી આવતા સુરક્ષા એજન્સી અને સેના એલર્ટ થઈ છે. સેનાને કઠુઆમાં સર્ચ ઓપરેશન દરમ્યાન 40 કિલો આરડીએક્સ મળી આવ્યુ. જેથી સેનાએ કઠુઆમાં સર્ચ ઓપરેશન તેજ કર્યુ છે.

સેનાને આશંકા છે કે, આતંકવાદીઓ આરડીએક્સ દ્વારા મોટી આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, સેનાએ સર્ચ ઓપરેશન દરમ્યાન આતંકવાદીઓના ષડ્યંત્ર નિષ્ફળ ગયુ છે.

(1:15 pm IST)