મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

રાજસ્થાનમાં બસપાની બેઠક પહેલા બઘડાટી : વિફરેલા કાર્યકરોએ નેતાઓને ઢોર માર માર્યો

બસપાના નેતાઓ ટિકિટની વેચણી અને કાર્યકર્તાઓની સતત અવગણનાનો આક્ષેપ

રાજસ્થાન બહુજન સમાજવાદી પાર્ટીના 6 ધારાસભ્યોએ બળવો કરતા બસપા દ્વારા રાજસ્થાનના જયપુરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું જોકે, આ બેઠકમાં બસપાના નેશનલ કોર્ડિનેર રામજી ગૌતમ, હરિસિંહ, વિજય પ્રતાપ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભગવાનસિંને બસપાના કાર્યકરોએ ઢોર માર માર્યો.હતો

   બેઠક શરૂ થતાની સાથે કાર્યકરોએ મારામારી શરૂ કરી હતી. કાર્યકર્તાઓનો આરોપ છે કે, બસપાના નેતાઓ ટિકિટની વેચણી કરી છે. અને કાર્યકર્તાઓની સતત અવગણના કરવામાં આવે છે. જેથી બસપાન કાર્યકરો ગુસ્સે ભરાયા હતા જેના પરિણામે કાર્યકરોએ નેતાઓની બેઠક પહેલા ધોલાઈ કરી હતી

  જોકે, વિવાદ વધતા પોલીસે કાર્યકર્તા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ગત દિવસે બસપાના 6 ધારાસભ્યોએ પાર્ટી વિરૂદ્ધ બળવો કર્યો અને કોંગ્રેસમાં સામેલ થયા હતા. જેથી કોંગ્રેસ બસપાના નિશાને પણ આવી છે. .

(12:35 pm IST)