મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

હિમાલયની ચારધામ યાત્રા દરમિયાન સ્વામી માધવપ્રિયદાસજી ઉત્તરકાશીમાં કાશી વિશ્વનાથના દશને પધાર્યા

SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંતો ભક્તોના સંઘ સાથે ઉત્તરકાશી પધાર્યા હતા. ઉત્તરકાશી ભાગીરથી ગંગાને તીરે આવેલું છે. અહીંના પુજારીઓએ વિધિવત કાશી વિશ્ચનાથજીનું પૂજન કરાવ્યું હતું.

ઉત્તરકાશીનો મહિમા સમજાવતા સ્વામીશ્રી એ કહ્યું કે, કાશી ક્ષેત્ર વિશાળ છે જેનો એક છેડો અહીં ઉત્તરકાશીમાં છે અને બીજો છેડો વારાણસીમાં છે. બજ્ઞે જગ્યાએ દેવાધિદેવ મહાદેવજી કાશી વિશ્વનાથરુપે વિરાજે છે. વારાણસીમાં વિરાજમાન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ગણાય છે જયારે ઉત્તરકાશીમાં વિરાજમાન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સમાન ગણાય છે.

પોરાણિક કથા પ્રમાણે ભગવાનપરશુરામે એકવીશ વખત ક્ષત્રિયનો સંહાર કર્યાપછી મનમાં રહેલા ક્રોધને શાંત કરવા અહીં કાશી વિશ્વનાથની પ્રતિષ્ઠા કરી શિવ ઉપાસના કરી હતી. શિવનું આરાધન કરવાથી પરશુરામ સૌમય થયા હતા. એટલે ઉત્તરકાશીને સૌમ્યકાશી પણ કહેવાય છે.

આપણું મન પણ શિવમય હોવું જોઈએ. મનમાંથી હિંસાત્મક વિચારો દૂર થવા જોઈએ અને મંગલકારી વિચારો પ્રગટવા જોઈએ. અહી મંદિરની સામે જ મા દુર્ગાનું મંદિર છે, જ્યાં આશરે ત્રણ મીટર ઊંચુ ત્રિશુલ પધરાવવામાં આવ્યું છે. ભગવતી દુર્ગાએ અહી અસુરોનો સંહાર કર્યો હતો એના પ્રતીકરૂપે આ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે.

મહાભારતમાં વારણાવત નગરીનો ઉલ્લેખ છે. કેદારખંડમાં એ જ સ્થાન ઉત્તરકાશી ગણાયું છે. ચીનના યાત્રી હ્યુએન સંગે લખ્યું છે કે, આ પર્વતીય વિસ્તારમાંથી વ્યાપારમાર્ગ પસાર થતો હતો અને છેક તિબેટ સુધી પહોંચ્યો હતો. ઉત્તરકાશી વ્યાપારનું મહત્વનું કેન્દ્ર હતું. રમણીય હિમાલયની શિવાલિક પવંતોની હારમાળામાં આ ઉત્તરકાશી અત્યંત સુંદર છે.

(12:20 pm IST)