મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

તેની જગ્યાએ જે તે આરોગ્ય ક્ષેત્રમાં નોંધણી કરાવવા OET આપવી પડશે

ડોકટરો અને નર્સોને TOEFL કે IELTS ની પરીક્ષા આપવી નહી પડે

નવી દિલ્હી,તા.૨૩:ભારતના તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે આનંદના સમાચાર. જો કોઇ ડોકટર, ડેન્ટીસ્ટ, મિડવાઇફ અને નર્સને બ્રિટન જઇ પ્રેકિટસ કે નોકરી કરવી હોય તો તેમના માટે TOEFL કે IELTS જેવી ઇંગ્લીંશ ટેસ્ટ ફરજીયાત નહીં હોય. તેની જગ્યાએ જે તે આરોગ્ય ક્ષેત્રમાં નોધણી કરાવવા ઓકયુપેશ્નલ ઇંગ્લીશ ટેસ્ટ OET આપવી પડશે.

OET આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષાની કસૌટી છે જે અંગ્રેજી ભાષાના દેશમાં કે વાતાવરણમાં કામ કરવા ઇચ્છતા વ્યવસાયીઓ ેના અંગ્રેજી ભાષાના જ્ઞાાનની ચકાસણી કરે છે. જેમ વિઝાની અરજી માટે TOEFL કે IELTS પરીક્ષા ફરજીયાત છે એવી જ રીતે બ્રિટનમાં બે આરોગ્ય બોર્ડમાં નોધણી માટે નર્સિંગ એન્ડ મિડવાઇફ્રી કાઉન્સિલ અને જનરલ મેડિકલ કાઉન્સિલમાં અરજદારને પરીક્ષા આપવી પડશે. 

ગયા સપ્તાહે જે ફેરફારની જાહેરાત કરાઇ હતી તના થી દેશની હોસ્પિટલો અને આખા યુકેના મેડિકલ પ્રોફેશ્નલ બોર્ડને તેમના જરૂરી વ્યવસાયીઓ ઝડપથી મળી જશે'એમ તેમણે ઉમેર્યું હતું. પહેલી ઓકટોબરથી ટીયર ટૂ (જનરલ કેટેગરી)માટે તમામ અરજદારોને આ ફેરફાર લાગુ પડશે.

(11:58 am IST)