મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

હવે વિજ કંપનીઓની મનમાની નહિ ચાલે : સરકાર વિજળી વિતરણને સેવાના દાયરામાં લાવવાની તૈયારીમાં

આવશ્યક સેવા હેઠળ લવાશે : ફરીયાદોના નિવારણની નક્કી થશે સમયસીમા

નવી દિલ્હી, તા. ર૩ : વિજળીનું વિતરણ કરતી કંપનીઓની મનમાની હવે નહીં ચાલે. સરકાર ગુણવતાપૂર્ણ વિજ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે વિજળી વિતરણને આવશ્કય સેવાના દાયરામાં લાવવાની તૈયારીક રી રહી છે.

ત્યારે પછી વિજ કંપનીઓએ ગ્રાહકોની ફરીયાદો પર નક્કી કરેલા સમયગાળામાં કાર્યવાહી કરવી પડશે. એવું નહીં થાય તો તેમણે દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકાર વિજળી કાયદામાં 'સ્ટાન્ડર્ડ ઓફ સર્વિસ' સામેલ કરશે. તેના હેઠળ ગ્રાહકોની ફરીયાદ નિપટાવવા માટેનો સમય નક્કી કરવામાં આવશે. જો વિજ કંપનીનક્કી કરેલા સમયમાં ફરીયાદ દૂર નહીં કરે તો તેના પર દંડ ફટકારવામાં આવશે. વિદ્યુત અધિનિયમ ર૦૦૩માં અત્યારે આવી કોઇ જોગવાઇ નથી.

સ્ટાન્ડર્ડ ઓફ સર્વિસ હેઠળ વિજળી અંગેની ફરીયાદોનો સમય નક્કી કરવામાં આવશે. દાખલા તરીકે ટ્રાન્સફોર્મર ખરાબ થયું છે તો તેને કેટલી વારમાં બદલવામાં આવશે, કોઇ જગ્યાએ વાયર તૂટયો હોય તો તેને નક્કી કરેલ સમયાવધીમાં ચાલુ કરવો પડશે. કોઇ ગ્રાહકે પોતાના મીટર બાબતે ફરીયાદ કરી હોય તો તે ફરિયાદ દૂર કરવા માટે પણ સમય નક્કી કરાશે. જો કંપની નિશ્ચિત સમયમાં ફરીયાદ દૂર નહીં કરે તો તેના પર દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ રાજય વિદ્યુત નિયમન આયોગ નક્કી કરશે.

(11:55 am IST)