મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

રાજસ્થાનમાં પોલીસે ૧૩ આરોપીઓની અંડરવેર બનિયનમાં પરેડ કાઢીઃ ૨ કિમી ચલાવ્યાઃ ૧૫૦ જવાનોની હાજરી

રાજસ્થાનમાં પોલીસ સ્ટેશનના લોક-અપમાં રહેલા હરિયાણાના એક ગેંગસ્ટરને ભાગી જવામાં ૧૩ જેટલા શખ્સોએ મદદ કરી હતી. ત્યારે હવે આ તમામ આરોપીઓને ઝડપીને પોલીસે રવિવારે જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ આરોપીઓનું સરઘસ કઢાયું તે સમયનું દ્રશ્ય જોવા જેવું હતું. આરોપીઓ માત્ર અંડરવેર પહેરીને નીચું મોં રાખીને ચાલી રહ્યા હતા અને તેની આજુબાજુ ઢગલો પોલીસકર્મીઓ હતા અને જાહેર રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પણ તેમને કૂતુહલતાથી જોઈ રહ્યા હતા. શખ્સોએ ૬ સપ્ટેમ્બરના રોજ ગેંગસ્ટર વિક્રમ સિંહને ભાગી જવામાં મદદ કરી હતી. 'અમે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા માટે તેમને બહાર લઈ ગયા હતા, જે ક્રિમિનલ તપાસમાં સામાન્ય છે. અમે આમ કરીને લોકોને કોઈ પણ પ્રકારનો મેસેજ આપવા માગતા નહોતાલૃતેમ એસપી (ભિવાડી) અમનદીપ સિંહે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું. એક કમાન્ડો યૂનિટ સહિત ૧૫૦ જેટલા પોલીસ કર્મચારીઓ ૨ કિમી સુધી આરોપીઓની સાથે ચાલ્યા હતા. જયારે પોલીસ સ્ટેશનના કર્મીઓ ડ્યૂટી પર હતાં ત્યારે ૧૨ કરતાં પણ વધારે શખ્સો ખ્ધ્-૪૭ સાથે અને અન્ય તીક્ષ્ણ હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને ગેંગસ્ટરને ભગાડી ગયા હતા. ગેંગસ્ટરને આ રીતે ભગાડી જતા અને પોલીસકર્મીઓની આ મામલે પ્રતિક્રિયાના કારણે રાજસ્થાન પોલીસે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો સાથે જ જાહેરમાં પણ તેમની ઠેકડી ઊડાવવામાં આવી હતી.'૬ સપ્ટેમ્બર બાદ જયારે પણ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં કોઈ ઝડપાયું અને તેને મેમો આપવામાં આવ્યો તો તેઓ કહેતા કે પોલીસે તેમને ટાર્ગેટ કરવાના બદલે વિક્રમને શોધવો જોઈએ' તેમ એક પોલીસકર્મીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું. તેમણે કહ્યું કે રવિવારે ૧૩ આરોપીઓનું 'જાહેર સરઘસ'પોલીસ પર લોકોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરી શકે છે.

(11:52 am IST)