મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ઈમરાન ખાન અમેરિકા પહોંચ્યા, ભવ્ય સ્વાગત ન થતાં પાકિસ્તાનીઓ રોષે ભરાયા

પાકિસ્તાનના પત્રકાર અને લોકો પોતાના પીએમ ઈમરાન ખાનની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.

વોશિંગ્ટન તા.૨૩: પીએમ મોદી 'હાઉડી મોદી ' કાર્યક્રમમાં ભાગ લેવા હ્યુસ્ટન શહેરમાં પહોંચ્યાં છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે મદદ માગવા માટે અમેરિકા પહોંચી ગયા છે.

અમેરિકાના હ્યુસ્ટનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત જોઈને હવે પાકિસ્તાનના પત્રકાર અને લોકો પોતાના પીએમ ઈમરાન ખાનની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા ત્યારે અમેરિકાની સરકારના કેટલાક મંત્રી અને અધિકારીઓ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ર્ટ પહોંચી ગયા હતા. પીએમનું રેડ કાર્પેટ ગ્રેન્ડ વેલકમ કરવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા ત્યારે તેમનું કોઈ ભવ્ય સ્વાગત કરાયું નહીં.

પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટના માધ્યમથી પાકિસ્તાનના પીએમ પર ગુસ્સે થતાં વિડિયો શૈર કર્યો હતો જેમાં ભારત-પાકિસ્તાનના પીએમના સન્માનમાં થયેલા ફેરફારને દર્શાવાયો છે. વિડિયોમાં સ્પષ્ટ રીતે એવું દર્શાવાયું છે કે ઇમરાનના સ્વાગત માટે અમેરિકાની સરકારના કોઈ -તિનિધિ હાજર નહોતા.

ઈમરાન ખાન માટે રેડ કાર્પેટ તૉ દૂરની વાત છે પરંતુ અમેરિકાની સરકારના કોઈ અધિકારી ત્યાં દેખાયા નર્હી. ત્યાં ફકત પાકિસ્તાનના જ અધિકારીઓ તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. આ ઘટના પર ટ્વિટરના યુઝર્સે ઇમરાન ખાનનું એક મૌમ શેર કર્યુ ં હતું, જેમાં દેખાડવામાં આવ્યું હતું કે ઇમરાન ખાન પોતાનો ચહેરો છુપાવીને 'હાઉડી મોદી' કાર્યકમ જોવા પહોંચ્યા છે.

(11:52 am IST)