મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ ભુતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજયપાલ કલ્યાણ સિંહને કોર્ટનું સમન્સ

ર૭ સપ્ટેમ્બરે આરોપી તરીકે હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરાયુ

નવી દિલ્હી તા. ર૩ :.. અયોધ્યાના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં કોર્ટે ૯ સપ્ટેમ્બર સીબીઆઇની વિશેષ કોર્ટે કલ્યાણ સિંહાને ર૭ સપ્ટેમ્બરે આરોપી તરીકે હાજર રહેવા સમન્સ ઇસ્યુ કર્યું છે. વિશેષ જ્જ સુરેન્દ્રકુમાર યાદવે બારના સભ્યોને આ અંગે આદેશ આપ્યા છે. કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશનાં ભુતપુર્વ મુખ્ય પ્રધાન તેમજ રાજસ્થાનના ભુતપુર્વ રાજયપાલ રહી ચુકયા છે.

બારના સભ્યોનું કહેવું હતું કે કલ્યાણ સિંહ હવે રાજયપાલ પદથી સેવાનિવૃત થઇ ગયા છે. ૯ સપ્ટેમ્બરના રોજ સીબીઆઇની વિશેષ કોર્ટે આ બાબતમાં કલ્યાણ સિંહને હાજર કરવાની માગ કરી હતી. કોર્ટે કહયું હતું કે, કલ્યાણ સિંહ હવે બંધારણીય હોદા પર નથી. જેથી તેમને સમન્સ ઇસ્યુ કરાયું છે. ૩૦ મે ર૦૧૭ ના રોજ આ મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર તથા વિષ્ણુ હરી દાલમિયા પર કલમ ૧ર૦ અંતર્ગત આરોપ લગાવ્યો હતો. સી.બી.આઇ.ની તપાસ બાદ આ મામલે કુલ ૪૯ આરોપીઓ વિરૂધ્ધ આરોપ પત્ર દાખલ કરાયું હતું. જેમાંથી ૧૬ આરોપીઓનાં મૃત્યુ થઇ ગયા છે. આ કેસમાં ૩ર આરોપીઓ વિરૂધ્ધ સુનાવણી થઇ રહી છે. ર૦૧૭ માં હાઇકોર્ટ આ કેસની સુનાવણી ર વર્ષમાં પુર્ણ કરવાના આદેશ આપ્યા હતાં. ૬ ડીસેમ્બર ૧૯૯ર ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ થતાં ૪૯ ફરીયાદ દાખલ કરાઇ હતી.

(11:27 am IST)