મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ઉત્તરપ્રદેશમાં ૧૦ લાખ ઘુસણખોરોઃ શું NRC લાગુ થશે!?

નવી દિલ્હી તા ૨૩  :  દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ કરવાની કવાયત શરૂ થઇ ગઇ છે.

યુપી પોલીસે તમામ જીલ્લાઓમાં બંગલાદેશીઓને શોધી કાઢવા માટે અભિયાન શરૂ કર્યુ છે. તેની સાથે સાથે રોહિગ્યા મુસ્લિમોની પણ ભાળ મેળવવામાં આવશે.

યોગી આદિત્યનાથ યુપીમાં એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન) લાગુ  કરવા માટેની ઇચ્છા વ્યકત કરી ચૂકયા છે.

જોકે આખી કવાયતામાં મુશ્કેલી એ છે કે, ગેરકાયદેસર બંગલાદેશીઓને પકડી લેવાયા બાદ તેમને ડિપાર્ટ કરવાની કાર્યવાહી કરાય છે, ત્યારે બંગલા દેશ આવા  ઘુસણખોરોને સ્વીકારવાની ના પાડી દે છે. સુત્રોનું કહેવું છે કે યુપીમાં૧૦ લાખ બંગલાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હોવાનો અંદાજ છે. પશ્ચિમ યુપીમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર, અને બુલંદ શહેરમાં તેમનો અડ્ડો બની ગયા છે. લખનઉ પણ બાકાત નથી. જોકે મોટાભાગના બંગલાદેશીઓએ સ્થાનિક રેશનકાર્ડ, વોટરકાર્ડ મેળવી લીધા છે.ે આ પૈકીના ઘણા ગુનોખોરીમાં સામેલ છે. હવે રોહિગ્યાઓની ઘુસણખોરીએ પણ યુપી પોલિસની ચિંતા વધારી દીધી છે.

(11:25 am IST)