મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ગુરૂ- શુક્ર-શનિ-રવિ બેંકો બંધ

બે દિવસ હડતાળ અને પછી શનિ-રવિને કારણે બેંકો બંધ રહેશે

નવી દિલ્હી, તા.૨૩: તમારે બેંક સંબંધિત કામ છે, તો એ ૨૫ સપ્ટેમ્બર સુધી પૂરું કરી દેવું હિતાવહ છે. કેમ કે ચાર દિવસ બેંકો બંધ રહેશે. ત્યારબાદ ૩૦ સપ્ટેમ્બરે પણ બેંકોમાં ગ્રાહકોનું કોઈ કામ થઈ શકશે નહીં. એનું કારણ એ છે કે બેંકોએ બે દિવસની હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે ૨૬ તથા ૨૭ સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે. જયારે ૨૮ તથા ૨૯ સપ્ટેમ્બરે અનુક્રમે શનિવાર અને રવિવારનું રજા છે. જયારે, ૩૦ સપ્ટેમ્બરે બેંકો ખુલશે પરંતુ અર્ધવાર્ષિક સમાપન થવાના કારણે આ દિવસે ગ્રાહકો સાથે કોઈ લેવડ-દેવડ થશે નહીં.

બેંકોના વિલયના વિરોધમાં ૨૬(ગુરુવાર) અને ૨૭(શુક્રવાર) સપ્ટેમ્બરે હડતાળનું એલાન કરાયું છે. ત્યારબાદ ૨૯ સપ્ટેમ્બરે મહિનાનો છેલ્લા શનિવાર અને પછી ૨૯એ રવિવારના કારણે સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે.

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનના મહામંત્રી દિલીપ સિંહ ચૌહાણે કહ્યું કે, સતત વિરોધ બાદ પણ સરકાર બેંકોના મર્જનો નિર્ણય બદલી રહી નથી. બેંકો એકબીજામાં મર્જ થવાથી હજારો કર્મીઓની નોકરી જવાની સાથે એનપીએ વધશે.જશે.

તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર બેંકિંગ સેકટરને ખતમ કરવા તરફ જઈ રહી છે. આ મર્જરના વિરોધ કરવાના ભાગરુપે પ્રદેશ તથા અન્ય સંગઠનોના સમર્થન મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. હડતાળમાં ૨૮ રાષ્ટ્રીયકૃત બેંકો સામેલ થશે.

(10:49 am IST)