મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ભારતના વડાપ્રધાને હ્યુસ્‍ટનમાં વ્‍હોરા સમુદાય સાથે ગુજરાતીમાં વાતો કરી : ભારતીય દાઉદી વ્‍હોરા કોમનના લોકોએ મોદીનું શાલ ઓઢાડીને કર્યુ સન્‍માન

નવી દિલ્હી : ભારતના (India) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે હ્યૂસ્ટનના (Houston) એનઆરજી સ્ટેડિયમ (NRG Stadium) ખાતે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. ભારતમાં બીજી વખત સત્તા ઉપર આવ્યા બાદ આ પહેલો અવસર છે જ્યારે મોદી અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધિત કરવના છે. ત્યારે આજે તેઓ હ્યુસ્ટનમાં વસતા ભારતીય દાઉદી વ્હોરા કોમનાં લોકોને મળ્યાં હતાં. જ્યાં તેમણે વડાપ્રધાન મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

પીએમ મોદીએ વ્હોરા સમાજ સાથે ગુજરાતીમાં જ વાત કરી. તેઓ એકબીજા સાથે ઘણી જ પ્રસંન્નતાથી વાત કરી રહ્યાં હતાં. વ્હોરા સમાજે તેમનો આભાર પણ માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે તમે અહીં આવ્યાં અને અમને મળવાની તક મળી તે માટે અમે આભારી છીએ. અમને ગર્વ છે. જે બાદ તેમની વચ્ચે થોડી ગુજરાતીમાં વાતો થઇ. વ્હોરા સમાજે પીએમને સફેદ શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું.

નોંધનીય છે કે તેઓ વિદેશ પ્રવાસમાં અનેકવાર વ્હોરા સમાજનાં લોકોને મળતા હોય છે. ગત ઓગસ્ટમાં જ ફ્રાન્સનાં રાજકીય પ્રવાસે પેરિસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં પણ પેરિસ એરપોર્ટ પર ગુજરાતી વ્હોરા સમાજના પ્રતિનિધિઓએ વડાપ્રધાનનું તિરંગા સાથે સ્વાગત કર્યુ હતું. ફ્રાન્સમાં જે પ્રકારે પીએમ મોદીનું વ્હોરા સમાજથી પ્રેમ મળી રહ્યો છે તેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.

(12:00 am IST)