પાકિસ્તાનમાં બાબુસર પાસ નજીક બસની બ્રેક ફેલ થતા ટેકરી સાથે ટકરાઈ : 26 લોકોના મોત: 15 ઘાયલ
મૃતદેહો અને ઘાયલોને ચિલાસ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાવલપિંડી નજીક બાબુસર પાસ પાસે પર્વતીય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક બસની બ્રેક ફેલ બસ ટેકરી સાથે અથડાઈ હતી. બસના ગમખ્વાત અકસ્માતને પગલે 26 લોકોના મોત થયા હતા તેમજ 15ને ઈજા પહોંચી હોવાનું પાકિસ્તાનના પોલીસે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આ બસ સ્કાર્દુથી ઉપડી હતી અને રાવલપિંડી આવી રહી હતી ત્યારેચિલાસ જિલ્લામાં તેને અકસ્માત નડ્યો હતો. અધિકારી અબ્દુલ વકીલે જણાવ્યું કે, પર્વતીય વિસ્તાર હોવાથી રોડ પણ સાંકડો છે જેને પગલે બસની બ્રેક ફેલ થતા તેના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટેકરી સાથે અથડાઈ હતી. મૃતદેહો અને ઘાયલોને ચિલાસ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે.
અક્સમાત બાદ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ છે પરંતુ સાંકડા માર્ગને લીધે જરૂરી સંશાધનો ના મળતા શકતા મુશ્કેલી પડી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પાકિસ્તાનમાં ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન નહીં કરવામાં આવતા આવા અકસ્માતો છાસવારે બનતા રહે છે. ગત મહિને પર્વતીય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક બસ ઉપરથી નદીમાં ખાબકી હતી જેમાં 24 લોકોના મોત થયા હતા