મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

હાઉડી મોદીના રંગે રંગાયું પીએમનું પ્રધાનમંડળ :કેન્દ્રીય મંત્રીઓએ ટ્વીટરમાં બનાવી છે હાઉડી મોદીની પ્રોફાઈલ

ગુજરાતના નેતાઓએ પોતાની ટ્વીટર પ્રોફાઈલ હાઉડી મોદીના રંગે રંગી

અમેરીકાના હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી'ના કાર્યક્રમ પહેલાં કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળ અને ભાજપના નેતાઓ મોદી રંગમાં રંગાયા હોય તેવુ લાગી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની, વિદેશમંત્રી એસ.જયશંકર, રેલમંત્રી પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, નરેન્દ્રસિંહ તોમાર, જીતેન્દ્ર સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મંત્રીઓએ ટ્વીટર પર હાઉડી મોદીની પ્રોફાઈલ બનાવી છે. જ્યારે નીતીન ગડકરીએ આ વિશે ટ્વીટ કરી પોતાની ઉત્સુક્તા વ્યક્ત કરી.હતી

જો કે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આવો કોઈ ફેરફાર નથી કર્યો. આ સિવાય અમિત ભાઈ શાહ, જે. પી. નડ્ડાએ પણ કોઈ ફેરફાર નથી કર્યો. જ્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ  પટેલ સહિત ગુજરાતના કોઈ નેતાએ હજૂ સુધી આ પ્રકારનો કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા ગુજરાતના નેતાઓએ પોતાની ટ્વીટર પ્રોફાઈલ હાઉડી મોદીના રંગે રંગી છે.

(12:00 am IST)