મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દૂ વિદ્યાર્થિનીના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના શહેર લરકાના સ્થિત ડેન્ટલ કૉલેજમાં હિંદુ વિદ્યાર્થિની નિમરિતાનું મૃત્યુ થયું, આ મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું.હતું  જોકે પરિવારજનોએ આ માનવાનો ઇનકાર કર્યો હતો અને પરિવારની માગ બાદ ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાથમિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે નિમરિતાના ગળા પર નિશાન પણ હતાં પણ તેમનું મૃત્યુ કયા કારણથી થયું એની પુષ્ટિ અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.

નિમરિતા લરકાનામાં બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીની આસિફા બીબી ડેન્ટલ કૉલેજનાં વિદ્યાર્થિની હતાં, હૉસ્ટેલના રૂમ નંબર ત્રણમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો.

એસએસપી લરકાના મસૂદ બંગશે કહ્યું કે પોસ્ટમૉર્ટમ વખતે નિમરિતાના ભાઈ હાજર હતા.તેમણે એવું પણ કહ્યું કે ઘટના ઘટી ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આમ છતાં આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી હતી.તેમણે જણાવ્યું કે તપાસ પૂર્ણ થવામાં બે-ત્રણ દિવસ લાગી શકે છે

(12:00 am IST)