મુખ્ય સમાચાર
News of Sunday, 23rd September 2018

લગ્નની ના પાડતા પ્રેમીએ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો

બેરોજગાર યુવકને લગ્નની ના પાડી તો ઉશ્કેરાયો :છત્તીસગઢના કોરબાનો બનાવ

છત્તીસગઢના કોરબામાં એક ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે જ્યાં એક યુવકે પોતાની જ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ આ યુવક અને યુવતી ઘણા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ યુવક બેરોજગાર હતો એટલા માટે યુવતીના ઘરેથી લગ્ન માટે ના પાડી દીધી

  યુવતીના ઘરેથી લગ્નની ના આવતા યુવતીએ પણ યુવક સાથે છેડો ફાડી નાખ્યો. જેથી નારાજ પ્રેમીએ યુવતીને પાઠ ભણાવવા માટે તેની સાથેનો અંગત વીડિયો વાયરલ કરી નાખ્યો.

(6:11 pm IST)