મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

એસિડ અટેકનો ભોગ બનેલી મહિલાની વ્હારે આવ્યો એક્ટર અક્ષયકુમાર;કરી આર્થિક મદદ

 

મુંબઈ :બોલિવુડ એક્ટર અક્ષયકુમાર સોશિયલ વર્કમાં આગળ પડતુ સ્થાન ધરાવે છે. ત્યારે ફરીએક વાર એક્ટરે લોકોનું દિલ જીતી લીધુ છે. તાજેતરમાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલા લક્ષ્મી અગ્રવાલે પોતે અને તેની દિકરી કઈ રીતે આર્થિક તંગીનો સામનો કરી રહી છે તે વિશે જણાવ્યુ હતુ. જેની જાણ અક્ષયકુમારને થતા તેણે લક્ષ્મી માટે 5 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.

(12:04 am IST)