મુખ્ય સમાચાર
News of Friday, 23rd August 2019

કંગાળ પાકિસ્તાનને મરણતોલ ફટકોઃ FATFએ મૂકયું બ્લેક લિસ્ટમાં

ટેરર ફંડીંગ પર નજર રાખતી સંસ્થાના મની લોન્ડ્રીંગ-ત્રાસવાદીઓને નાણાકીય સહાય સાથે જોડાયેલા ૪૦ માપ દંડોમાંથી ૩રને પાકિસ્તાને નથી માન્યુ-સ્વીકાર્યુ : ત્રાસવાદ મામલે પાકિસ્તાન ફરી બેનકાબ થયું: હાલ FATFના ગ્રે લીસ્ટમાં છેઃ ઓકટોબરમાં છે બેઠક

પાકિસ્તાનની અત્યારે એવી હાલત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા. લોનના સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદને ફંડિંગ કરનાર પર નજર રાખનાર સંસ્થા 'ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF) એ તેને ડાઉનગ્રેડ કરીને બ્લેક લિસ્ટમાં નાંખી દીધી છે.' FATF એ ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગને રોકવામાં અસમર્થ રહેવા પર પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાંખી દીધું છે. આ પહેલાં FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું.

ભારતીય અધિકારીઓએ કહ્યું કે એફએટીએફના એશિયા પ્રશાંત ગ્રૂપે વૈશ્વિક માપદંડોને પૂરા નહીં કરતા પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાંખી દીધું છે. એફએટીએફ એ કહ્યું કે મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા ૪૦ માપદંડોમાંથી ૩૨ને પાકિસ્તાને પૂરા કર્યા નથી. તેને જોતા એફએટીએફ એ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાંખી દીધું છે.

બ્લેક લિસ્ટ થયા બાદ હવે પાકિસ્તાનને દુનિયામાં લોન લેવામાં વધુ મુશ્કેલી પડશે. આપને જણાવી દઇએ કે ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ એ શુક્રવારના રોજ કહ્યું કે પાકિસ્તાન ટેરર ફંડિંગ પર પોતાના એકશન પ્લાનને પૂરો કરવામાં નિષ્ફળ રહ્યું છે. ફલોરિડાના ઓરલેન્ડોમાં આયોજીત બેઠકમાં સમાપન પર એક નિવેદનમાં એફએટીએફ એ ચિંતા વ્યકત કરી છે કે 'માત્ર પાકિસ્તાન જાન્યુઆરીની સમય મર્યાદાની સાથે પોતાના એકશન પ્લાનને પૂરું કરવામાં નિષ્ફળ રહી નથી પરંતુ તે મે ૨૦૧૯ સુધી પણ પોતાની કાર્ય યોજનાને પૂરી કરવામાં નિષ્ફળ રહી છે.'

એફએટીએફ એ 'કડકાઇ'થી પાકિસ્તાનને આઙ્ખકટોબર ૨૦૧૯ સુધીમાં પોતાના એકશન પ્લાનને પૂરું કરવાનું કહ્યું હતું. પાકિસ્તાન છેલ્લાં એક વર્ષથી જ્ખ્વ્જ્દ્ગક્ન ગ્રે લિસ્ટમાં છે અને તેને FATFથી ગયા વર્ષે જૂનમાં એન્ટી-મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મિકેનિઝમને મજબૂત બનાવા માટે તેની સાથે કામ કરવાનું વચન આપ્યું હતું. તે સમયે નક્કી સમય મર્યાદાની અંદર ૧૦-પોઇન્ટ એકશન પ્લાન પર કામ કરવાની સહમતિ બની હતી. એકશન પ્લાનમાં જમતા-ઉદ-દાવા, ફલાહી-ઇંસાનિયત, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ , હક્કાની નેટવર્ક અને અફદ્યાન તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોના ફંડિંગ પર કાબૂ લગાવા જેવા પગલાં સામેલ હતા.ઙ્ગ

આમ કાશ્મીર મુદ્દે ભારતને દ્યેરવાની નાકામ કોશિશમાં લાગેલું કંગાળ પાકિસ્તાનના હજુ પણ ખરાબ દિવસ આવી શકે છે. આતંકી અભિયાનને ફંડિગ રોકવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાન પર FTAF પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી દીધું છે.

(3:20 pm IST)