મુખ્ય સમાચાર
News of Friday, 23rd August 2019

ભારતમાં વેચાતા ઠંડા પીણા અને પેકીંગ કરેલ ફુડ નિમ્ન કક્ષાના ?

સૌથી શ્રેષ્ઠ ઇંગ્લેન્ડ-અમેરીકા અને ઓસ્ટ્રેલીયા આવે છે

મુંબઈઃ ગ્લોબલ હેલ્થ લિસ્ટમાં ભારતીય પેકેજડ ફૂડ અને ડ્રિન્ક ખુબજ નીચા ક્રમે આવે છે. તાજેતરમાં ઓકસફોર્ડ યુનિવર્સિટીની જયોર્જ ઈન્સ્ટિટયુટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા વિશ્વના પેકેજડ ફૂડ અને ડ્રિન્ક ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાં આ બાબતે જાણવા મળ્યુ છે. ઈન્સ્ટિટયુટે અભ્યાસમાં ૪૦૦,૦૦૦થી વધારે પેકેજડ ફૂડ અને ડ્રિન્કિંગ પ્રોડકટ્સનું વિશ્લેષ્ણ કરવામાં આવ્યો છે. સૌથી હેલ્થી પેકેજડ ફૂડ અને ડ્રિન્કની આ યાદીમાં યુનાઈટેડ કિંગ્ટમના સૌથી મોખરે આવે છે તે પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

દેશની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં એનર્જી, સોલ્ટ, સુગર, ફેટ, પ્રોડિન, કેલ્સિયમ અને ફાઈબરની માત્રા તપાસ કરવામાં આવે છે. ૧/ર રેટિંગ સૌથી ખરાબ અને પાંચની રેટિંગ સૌથી સારી માનવામાં આવે છે. અભ્યાસમાં સૌથી વધારે રેટિંગ યુકેને ર.૮૩ આપવામાં આવી છે. તે પછી અમેરિકાને ર.૮ર, ઓસ્ટ્રેલિયાને ર.૮૧ રેટિંગ આપવામાં આવી છે. જયારે ચીને ર.૪૩ અને ચીલીને ર.૪૪ રેટિંગ આપવામાં આવી છે. તો ભારતને સૌથી ઓછી ર.ર૭ રેટિંગ આપવામાં આવી છે. એટલે ભારતના પેકેજડ ફૂડ અને ડ્રિન્ક આરોગ્યને નુકસાન કરે છે અને તે અનહેલ્ધી છે.

ચીનના પેકેજડ ફૂડ અને બ્રેવરિઝમાં સૌથી નુકસાનકારક તત્વ ફેટ છે. આ ઉપરાંત ચીનના પેકેજડ ફૂડના ૧૦૦ ગ્રામમાં ૮.પ ગ્રામ સુગર રહેલી હોય છે. જયારે ભારતના ૧૦૦ ગ્રામ પેકેજડ ફૂડમાં ૭.૩ ટકા સુગર રહેલી છે. ભારતના મોટાભાગના પેકેજડ ફૂડમાં એનર્જીની માત્રા વધારે હોય છે. સમગ્ર વિશ્વમાં લોકો વધુને વધુ પ્રમાણે પેકેજડ ફૂડનુ સેવન કરી રહ્યા છે જેમાં ફેટ, સુગર અને સોલ્ટની માત્રા ખુબજ વધારે હોય છે. મહત્ત્વની વાતએ છે કે ગરીબ દેશોમાં અનહેલ્થી ફૂડની માત્રા ખુબજ ઓછી છે. (૪૦.૩)

 

(11:50 am IST)