મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

સીબીઆઇ જજએ વારંવાર કહ્યું કૃપા કરીને બેસી જાવઃ ચિદંબરમએ કર્યાે ઇન્કાર

    કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની રીમાન્ડ પર ચર્ચા દરમ્યાન વિશેષ સીબીઆઇ જજ અજય કુહાડ અને સોલિસિઠર જનરલ તુષાર મહેતા દ્વારા વારંવાર બેસવા માટે અનુરોધ કરેલ છતા ચિદંબરમ ઉભા જ રહ્યા.

         એમણે બેસવાના અનુરોધ પર કહ્યું  નહીં-નહીં ઠીક છે હું ઉભો રહીશ. ચિદંબરમને બેસવા માટે ખુરશી પણ મંગાવવામા આવી હતી.

         ચિદંબરમને ર૬ ઓગષ્ટ સુધી સીબીઆઇ રીમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે.

(12:03 am IST)