મુખ્ય સમાચાર
News of Friday, 23rd August 2019

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ફતવો : જન્મજાત નાગરિકતા ખતમ કરવાની તૈયારી : અમેરિકાના નાગરિક ન હોય તેવા નિવાસીઓ તથા શરણાર્થીઓના સંતાનોને જન્મજાત મળતી નાગરિકતાનો હક્ક દૂર કરવાની વિચારણાં

વોશિંગટન : વિદેશોમાંથી આવેલા શરણાર્થીઓ તથા અમેરિકાના નાગરિક ન હોય તેવા નિવાસીઓના સંતાનોને  જન્મજાત મળતી નાગરિકતાનો હક્ક દૂર કરવાની પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીરતાપૂર્વક વિચારણાં કરી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જોકે આ બાબતે તેમણે 2016 ની સાલમાં ચૂંટણી પ્રચાર સમયે વચન આપ્યું હતું જેના ઉપર હવે તેઓ વહેલાસર અમલ કરવા માંગે છે તેમ જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરતાં શરણાર્થીઓ ઉપર તેમનું પહેલેથી જ કડક વલણ છે.

(11:53 am IST)