મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

મહારાષ્‍ટ્રના રતનાગીરીમાં પુરની કપરી સ્‍થિતિ વચ્‍ચે પણ એક યુવાકે જુગાર ખેલ્‍યો

ચીપરૂન શહેરમાં પુરના સમયે NDRF ટીમની સમયસર મદદ ન મળવા પર ૩પ વર્ષીય યુવકે પોતાના જીવને જોખમમાં મુકી પ મહિલાઓના જીવન બચાવ્‍યા : ચોથા માળે બિલ્‍ડીંગમાં રહેતા બે માળ સુધી પાણીમાં ગરક થયેલા બિલ્‍ડીંગમાં મહિલાઓને ડૂબતી જોઇ મહિલાઓની મદદ માટે ર૦ ફૂટ ઉંડા પાણી કુદી પડ્યો

મુંબઇ : રત્નાગિરીના ચિપલૂન શહેરમાં ગત 2 દિવસથી ભયંકર પૂરને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં સેના અને એનડીઆરએફની ટીમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચિપલૂનમાં એક 35 વર્ષીય યુવક મંગેશ પવારે રેસ્ક્યૂ ટીમની મદદ ના મળવા પર પોતાના જીવના જોખમે 5 મહિલાઓના જીવ બચાવ્યા હતા.

મંગેશ જે બિલ્ડિંગના ચોથા મળે રહે છે તેના બીજા માળ સુધી પાણી પહોંચી ગયું છે. મંગેશના ઘરની સામેની બિલ્ડિંગમાં એક વૃદ્ધ સહિત 5 મહિલાઓ હતી. જેમણે આસપાસના લોકો પાસે મદદ માગી હતી.

તંત્રની મદદ ના મળતા મંગેશે મિત્રોની મદદથી દેશી જુગાડ થકી મહિલાઓની મદદ કરવાની યોજના બનાવી. તેણે જીવના જોખમે 20 ફૂટ ઊંડા પાણીમાં કૂદી મહિલાઓ સુધી એક દોરડું પહોંચાડ્યું હતું. જે પછી એક પછી એક તે તમામ મહિલાઓને પોતાની બિલ્ડિંગમાં સુરક્ષિત પહોંચાડી હતી. આ ઘટનાને લોકોએ કેમેરામાં કેદ કરી હતી.

(10:51 pm IST)