મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

બોગસ વોટિંગ અને બુથ કેપ્ચરીંગ લોકશાહી માટે નુકશાન કારક : કાયદાનો ભંગ કરતા આ દુષણને લોખંડી હાથોથી ડાબી દેવું જોઈએ : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ તથા એમ.આર.શાહ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ તથા એમ.આર.શાહની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે બોગસ વોટિંગ અને બુથ કેપ્ચરીંગ લોકશાહી માટે નુકશાન કારક છે. કાયદાનો ભંગ કરતા આ દુષણને લોખંડી હાથોથી ડાબી દેવું જોઈએ .

આવા અપરાધીઓ આઇપીસી કલમ 323 તથા 147 હેઠળ છ માસની સાદી  જેલસજાને પાત્ર છે. ચૂંટણી દરમિયાન આરોપીએ બોગસ વોટિંગ માટે બુથ કેપ્ચરીંગ કરી ગેરકાયદે પ્રતિનિધિઓના ગૃહના નિર્માણનું કાર્ય કર્યું છે. તેમજ અમુક રાજકીય કાર્યકરો ઉપર હુમલા પણ કર્યા છે.તેથી તેની અપીલ રદ થવા પાત્ર છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે લોકશાહીમાં મત આપી પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો પ્રજાનો અધિકાર છે. જે લોકશાહીને મજબૂત બનાવે છે . તેમજ આ મતદાન પણ ગુપ્ત રહેવું જોઈએ. જે અધિકાર છીનવી શકાય નહીં. આખેઆખા બુથ કેપ્ચર કરી લેનારા તથા બોગસ વોટિંગ કરનારા લોકો લોકશાહીનું હનન કરનારા ગણાય .

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે આવા કૃત્યો સામે આંખ મીંચામણાં કરી ચૂંટાઈ આવતા પ્રતિનિધીઓનું ગૃહ પણ ગેરકાયદે ગણાવું જોઈએ. કારણકે અમુક પ્રતિનિધિઓ વિરોધ કરતા નથી ,અમુક મૌન રહે છે. અમુક અવગણના કરે છે.જયારે  અમુક પ્રતિનિધિઓ આ બાબતથી નારાજ  હોવા છતાં તમામ પ્રતિનિધિઓનું ગૃહ  આ કૃત્ય માટે જવાબદાર ગણાવું જોઈએ. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)