મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd July 2019

રાહુલ ગાંધીનું ટ્વીટ : પીએમે રાષ્ટ્રને બતાવવું જોઇએ કે ટ્રમ્પ અને તેમના વચ્ચે બેઠકમાં શું વાતચીત થઇ હતી.!!

જો ટ્રમ્પનો દાવો સાચો છે તો પીએમ મોદીએ ભારતના હિતો સાથે દગાબાજી કરી છે.

નવી દિલ્હી :કોંગ્રેસના અધ્યક્ષ પદથી રાજીનામુ આપી ચૂકેલા રાહુલ ગાંધીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર વડાપ્રદાન મોદી પર નિશાન સાધ્યું છે પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું, જો ટ્રમ્પનો દાવો સાચો છે તો પીએમ મોદીએ ભારતના હિતો સાથે દગાબાજી કરી છે.

    રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું- 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે પીએમ મોદીએ તેમને કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા કહ્યું છે. જો આ સાચુ છે તો, પીએમ મોદીએ ભારતના હિતો અને 1972ના શિમલા સમજુતી સાથે દગો કર્યો છે. એક કમજોર વિદેશ મંત્રાલયનું ખંડન પુરતું નથી. પીએમે રાષ્ટ્રને બતાવવું જોઇએ કે ટ્રમ્પ અને તેમના વચ્ચે બેઠકમાં શું વાતચીત થઇ હતી.'

(2:32 pm IST)