મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd July 2019

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનોન અંત : બહુમત સાબિત કરવામાં નિષ્ફ્ળ:ભાજપને સરકાર રચવા તક

કોંગ્રેસ-જેડીએસનાં પક્ષમાં 99 વોટ પડ્યા તેમજ ભાજપનાં પક્ષમાં 105 વોટ પડ્યા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે અને વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીની સરકાર બહુમતત સાબિત કરવામાં નિષ્ફળ થઈ છે.

આ સાથે જ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં ચાલતી કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી ગઈ છે.કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટ આવી ગયું હતું.

જે બાદ કર્ણાટક ભાજપે માગ કરી હતી કે કૉંગ્રેસ-જેડીએસની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. કોંગ્રેસ-જેડીએસનાં પક્ષમાં 99 વોટ પડ્યા હતાં. તેમજ ભાજપનાં પક્ષમાં 105 વોટ પડ્યા હતાં

જેથી કુમારસ્વામીની સરકાર પડી ભાગી છે 

કર્ણાટકનો રાજનીતિક ડ્રામા છેલ્લા 21 દિવસથી યથાવત્ છે. દરેક વખતે નવી ડેડલાઇન આપવામાં આવે છે પણ એચડી કુમારસ્વામીનો ફ્લોર ટેસ્ટ થઈ શકતો નથી. મંગળવારે પણ જનતાદળ સેક્યુલર અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બીજેપીના ધારાસભ્યો વચ્ચે બબાલ થઈ હતી. બીજેપી ધારાસભ્યો વિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટિંગ કરાવવાની વાત કરી રહ્યા છે. આ પછી સ્પિકર રમેશ કુમારે કુમારસ્વામી સરકારને કોઇપણ સ્થિતિમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા કહ્યું છે.

વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે મેં ખેડૂતોને દગો આપ્યો નથી. બજેટ દરમિયાન સિદ્ધારમૈયા સરકારે જે પણ જાહેરાત કરી હતી તેમાંથી કોઈ ફંડમાં કાપ કર્યો નથી. અમે ખેડૂતોના દેવા માફી વિશે વાયદો કર્યો હતો અને તે પ્રમાણે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે બેઠક કરી હતી. ફંડને પણ મંજૂરી આપી હતી

(8:03 pm IST)