મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd July 2019

તામિલનાડુમાં ઈડીનો સપાટોઃ લોટરી કીંગ પાસેથી ૬૧ ફલેટ અને ૮૮ પ્લોટ્સ કબ્જે લીધા

૫૯૫ કરોડનું બિનહીસાબી નાણું ઝડપાયું: પ્રાઈઝ વિનીંગ ટિકીટોની હેરાફેરી માટે મળ્યા હતા!!

નવીદિલ્હીઃ તામિલનાડુમાં ઈડીએ પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ સેંટિગો માર્ટિન નામના શખ્શ વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આ વ્યકિત લોટરી કિંગના નામે જાણીતો છે. ઈડીની કાર્યવાહી દરમિયાન ઈડીએ ૬૧ ફલેટ્સ અને ૮૮ પ્લોટ્સ જપ્ત કર્યા છે.

આ પ્લોટ્સમાં  કિંમત ૧૧૯.૬ કરોડ રૂપિયા છે. આ વર્ષનાં મે મહિનામાં પણ લોટરી કિંગની સામે ઈડીએ છાપેમારી કરી હતી. જેમાં તેની ૫૯૫ કરોડ રૂપિયાની જાહેર ન કરેલી આવકની જાણ થઈ હતી. ત્યારબાદ સેંટિગોએ કહ્યુ હતુકે, ૫૯૫ કરોડ રૂપિયા તેને જથ્થાબંધ વેપારીઓ તરફથી પ્રાઈઝ વિનિંગ ટિકિટોની હેરાફેરી કરવા માટે આપવામાં આવ્યા હતા. માર્ટિને તેની સાથે ૬૦૦ કરોડ રૂપિયા પોતાને આપ્યા હોવાની વાત પણ કરી હતી.

મે મહિનામાં આઈટી વિભાગે તેનાં કોયંબતુર, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી સહિત દેશનાં ૭૦ અડ્ડાઓ પર છાપેમારી કરી હતી. આ કાર્યવાહીમાં લગભગ ૮ કરોડ રૂપિયાની બિનજાહેર કરેલ રોકડ મળી હતી. આ દરમિયાન આયકર વિભાગના હાથે હીરા અને ઝવેરાત પણ આવ્યા હતા. માર્ટિન કોયંબતૂરથી જ અમુક રાજયોમાં સરકારી લોટરીનું કામ જોતો હતો. પાછલા બે વર્ષોમાં તેણે એડવાન્સ ટેકસની ચૂકવણી કરી ન હતી. જેને કારણે તે આયકર વિભાગનાં નિશાના પર હતો અને તેની પર કાર્યવાહી કરવાનું મુખ્ય કારણ પણ બન્યુ હતુ.

(11:26 am IST)