જોધપુરના ભાજપના ધારાસભ્ય કૈલાશ ભંસાલી જાહેરમાં પેશાબ કરતા દેખાયા :બચાવમાં ઉંમરનો આપ્યો હવાલો
જોધપુર :એકતરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં સ્વચ્છતા માટે આગ્રહી છે અને તેના માટે યોજનાઓ શરુ કરી છે બીજીતરફ મોદીના અભિયાનના રાજસ્થાનમાં તેની જ પાર્ટીના ધારાસભ્ય કૈલાશ ભંસાલીએ લિરા ઉડાવ્યા છે જેને લઈને તેને ટ્રોલ કરાઈ રહ્યાં છે સોશ્યલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઇ છે જેમાં કૈલાશ ભણશાલી જાહેરમાં પેશાબ કરતા નજરે પડે છે
કૈલાશ ભણશાલી જોધપુર સીટના ભાજપના ધારાસભ્યં છે સોશિયલ મીડિયામાં પર વાયરલ થયેલ ફોટોમાં તેઓ ખુલ્લામાં પેશાબ કરી રહ્યાં છે આ ફોટો વાયરલ થયા બાદ લોકોએ ખુબ તીખી પ્રતિક્રિયા આપી હતી
અહેવાલ ને તસ્વીરની સત્યતાનો સ્વીકાર કરતા કૈલાશ ભણસાલીએ પોતાની ઉંમરનો હવાલો આપીને કહ્યું કે મારી ઉંમર 74 વર્ષની છે મારા માટે પેશાબ રોકવો કઠિન છે મને લાગશે તો કરીશ જ
સોશ્યલ મીડિયામાં શેર કરાયેલ તસ્વીરમાં જોઈ શકાય છે કે કૈલાશ ભણશાલી જ્યાં ઉભા છે તેની સામેની દીવાલ જોધપુર નગરપાલિકાની છે અને સ્વચ્છ ભારતનો સંદેશ લખ્યો છે એવું કહેવાય છે કે જ્યાં કૈલાશ ભણશાલી પેશાબ કરે છે ત્યાંથી તેનું ઘર પણ નજીક છે